________________
વખતે રથમાં બેઠેલી સ્ત્રી વિમળાએ તેની નિર્ભર્જના કરી. પણ તેની ધાવ્યમાતા કમળાએ વારીને શાંત કરી. ત્યાંથી આગળ ચાલતાં તેઓ એક ગામ પાસે આવ્યા. વિમળા કમળાને બહાર બેસાડીને ધમ્મિલ ભજનસામગ્રી મેળવવા માટે ગામમાં ગયો. અને ત્યાંના ગામધણીના ઘોડાને બુદ્ધિથી શલ્ય રહિત કર્યો. ગામધણીએ ખુશી થઈને તેને રહેવા મકાન આપ્યું. તેમાં વિમળા કમળાને બોલાવી લાવીને ધમ્મિલ રહ્યો.
રાત્રે ધમ્મિલે કમળાને વિમળાનું વૃત્તાંત પૂછયું. તેણે કહ્યું કે વિમળા માગધપુરના રાજા અરિદમનની પુત્રી છે. તે પુરૂષષિણી છતાં એક દિવસ એક પુરૂષપર આસક્ત થઈ. તેનું નામ પણ ધમ્મિલ હતું. તેની સાથે રાત્રે જીર્ણ મંદિરમાં આવવાનો સંકેત કર્યો. તે ન આવ્યો ને તેને બદલે તમે આવ્યા. વિમળા તમારી ઉપર બીલકુલ રાગ ધરાવતી નથી; પણ દેષ ધરાવે છે.” ધમ્મિલે વિમળાને પોતાની ઉપર રાગવતી કરવા માટે તેની પ્રાર્થના કરી. કમળાએ અનુકૂળતાએ પ્રયત્ન કરવાનું કબુલ કર્યું.
બીજે દિવસે ત્યાંથી ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં ધમ્મિલે અનેક પ્રકારનું પોતાનું પરાક્રમ બતાવ્યું. તે ઉપરથી કમળાએ વિમળાને ધમ્મિલને સ્વીકારવા કહ્યું, પણ તે માની નહીં. કમળાએ સતી સ્ત્રીને એકલા ન રહેવા સૂચવ્યું. વિમળાએ સતી એકલી હોય તો પણ તેને કશો ડર હોતા નથી. એમ કહી તે ઉપર શીળવતીની કથા કહી. રથ તો પંથ કાયા કરે છે, તે ચંપાની નજીકમાં આવ્યો. તેવામાં સામેથી ઘણું માણસોને આવતા જોઈ ધમ્મિલ “એ કર્યું હશે ?” એમ વિચારમાં પડ્યો. તેટલામાં તેમાંથી એક માણસે ધમ્મિલ પાસે આવીને કહ્યું કે આપે મારેલ અર્જુન ચોર અમારા પલ્લીપતિ અજિતસેન શત્રુ હતો, તેથી અમારા સ્વામી તમારી ઉપર પ્રસન્ન થયા છે. તે આપને મળવા માગે છે. ' ધમ્મિલે મળવાની હા પાડી, બંને મળ્યા અને તેના આગ્રહથી તેની પલ્લીમાં જવું પડયું. પલ્લીપતિએ ઘણે સત્કાર કર્યો. કેટલાક દિવસ ત્યાં રહી રજા મેળવી ચંપા તરફ ચાલ્યા. ચંપાની બહાર રથ રાખીને રહેવાનું સ્થાન જોવા ધમ્મિલ શહેર તરફ ચાલ્યો. માર્ગમાં કેટલીક જળક્રીડા કરતાં કમળો ઉપર ચાલાકી વાપરી, તે કમળો ત્યાં જ જળક્રીડા કરવા આવેલા રાજકુમારે દીઠા. તેણે માણસ મોકલી ધમ્મિલને બોલાવ્યો. સહજ વાતમાં પરસ્પર મિત્રાઈ થતાં તેણે પોતાના મેમાન થવા કહ્યું. ધમ્મિલે સ્વીકાર્યું. પછી હાથીપર બેસી વિમળા પાસે બંને જણ આવ્યા અને શહેરમાં જવા માટે તેમનેં રથમાં બેસાડ્યા. શહેરમાં દરબારી ઉતારે ઉતર્યા. રાજકુમારે બધી સગવડ કરી આપી. ધમ્મિલ સાથે મિત્રાઈ જામી.. એકદા * વિમળા ધમ્મિલને આધીન