Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ જેમ અન્ય પણ અનેક ઉત્તમ સ્ત્રીઓ હોય છે. વળી મારી ભોગેચ્છા હજુ સમાપ્ત થઈ નથી; તે મને ફરીને સંસારના સુખોપભેગ પ્રાપ્ત થાય તે માર્ગ બતાવો.” અગડદત્ત મુનિએ કહ્યું કે-ધર્મનું આરાધન આ ભવમાં ને પરભવમાં સુખ આપનાર થાય છે, તેથી તે છ માસ પર્યત આયંબિલને તપ કર અને તે સાથે બીજું પણ ધર્મારાધન કર. ' ધમ્બિલે તે વાત સ્વીકારી, અને દ્રવ્યમુનિનો વેશ ધારણ કરી, આયંબિલ કરવા શરૂ કર્યા. નમસ્કાર મહામંત્રના નવલાખ જાપ કરવાનું શરૂ કર્યું. મુનિ પ્રમાણે જ સર્વ આચાર પાળવા લાગ્યો. ખાસ કારણ શિવાય મૌન રહેવાનું જ સ્વીકાર્યું. આ પ્રમાણે ધર્મનું આરાધન કરતાં છ માસ વ્યતિત થયા. છ માસને અતિ દેવવાણી થઈ કે “ હ ધમ્મિલ ! તું મનુષ્યપણુમાં દેવ જેવા ભોગ ભોગવીશ. અને વિદ્યાધર વિગેરેની ૩૨ સ્ત્રીઓ તારે થશે. ” આ પ્રમાણે સાંભળ્યા પછી તેણે મુનિશ પાછો અગડદત્ત મુનિને અર્પણ કરી તેમને નમી આયંબિલ તપનું પારણું કર્યું. અને આખો દિવસ વ્યતીત કરી રાત્રે માગધપુરની બહાર એક છર્ણમંદિરમાં જઈને સુતો. - હવે તેના ભાગ્યનો ઉદય થયો. કર્મની વિચિત્રતા પ્રગટ થઈ. મધ્ય રાત્રે તે જીર્ણ મંદિરની બહાર એક રથ આવ્યો. તેમાં બેઠેલી એક સ્ત્રીની સાથે આવેલી વૃદ્ધાએ શબ્દ કર્યો કે-“અહીં ધમ્મિલકુમાર છે ?” ધમ્મિલે તે શબ્દ સાંભળ્યો. તેને આશ્ચર્ય તો થયું, પરંતુ અવસર ઓળખી જઈને તેણે કહ્યું કે- હા, છે. ' એટલે તે બાઈ બોલી કે ચાલે, આ રથમાં બેસીને જાઓ, આપણે ચંપાપુરી તરફ રવાને થઈએ. ' ધમ્મિલ કેટલાક વિચાર કરીને તરત જ બહાર આવ્યો અને રથ ઉપર આરૂઢ થઈ ચંપાપુરી તરફ રથ ચલાવ્યું. માર્ગમાં રથમાં બેઠેલી સ્ત્રી કેટલીક વાત કરવા લાગી. તેને ધમ્મિલ ટુંકામાં જ જવાબ આપી પતાવવા લાગ્યા. પેલી સ્ત્રીને આશ્ચર્ય થયું કે આજે બપોરે તે મારી સાથે બહુ વાતો કરતા હતા અને અત્યારે વધારે બોલતા નથી તેથી શું મારાપર ગુસ્સે થયા હશે ? પણ ફિકર નહી, સવાર પડતાં તેનો ગુસ્સો ઉતરાવીને શાંત કરી દઈશ. ” હવે રાત્રી વહેવા લાગી અને રથ પણ ચાલવા લાગ્યો. પ્રાતઃકાળ થતાં એક નદીને કીનારે એ રથ અટકયો–બેસનારીએ ઉભું રખાવ્યું, એટલે ઘમ્મિલ તેના ઘડાને છોડીને પાણી પાવા લઈ ગયો. તેને જતો જોતાં પેલી સ્ત્રી તે વિસ્મય પામી કે-“આ કોણ? આ તો કોઈ દરિદ્રી જેવો દુર્બળ અને સ્યામવર્ણી જણાય છે. આ પ્રમાણેના તેના ખેદના ઉદ્દગાર સાંભળતાં છતાં ધમ્મિલે તે ઘડાને પાણી પાઈ લાવીને રથને જોડ્યા. તે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 430