________________
તેની પુત્રી વસંતતિલકા સાથે તેની પ્રીતિ બંધાણ, તે તેને ત્યાંજ રહ્યો. તેના ભોગવિલાસ માટે તેના પિતા પુષ્કળ દ્રવ્ય દરરોજ મોકલવા લાગ્યા. અન્યદા તેના પિતાએ તેને ઘરે તેડી લાવવા પિતાના મહેતાને મોકલ્યો. ધમ્મિલે ઘેર આવવાની ચોખી ના પાડી. મેતાએ તેની સ્ત્રી તેના વિયોગે મરવા પડી છે એમ કહ્યું. ત્યારે તે ભલે મરતી” એમ કહી ધમ્મિલે તેને રજા આપી.
મહેતાએ આવીને ધમ્મિલના માતાપિતાને તે વાત કહી. તેઓ બહુ ખેદ પામ્યા. ધમ્મિલની માતા પણ પિતાના કૃત્ય માટે પસ્તાવા લાગી અને ઘણું દિલગીરી કરવા લાગી. શેઠે તેને અનેક પ્રકારે આશ્વાસન આપ્યું અને સાસુ વહુને ધર્મકાર્યમાં વિશેષ જોડાવા કહ્યું. સાસુ વહુ [શોમતિ] પાસે આવ્યા. વહુને શિખામણ આપી ધર્મમાર્ગમાં જોડાવા કહ્યું. તેણે તે
સ્વીકાર્યું. શેઠાણીએ શેઠ પાસે આવી તે વાત કરી અને હવે પછી ધમ્મિલને દ્રવ્ય ન મોકલવા કહ્યું. શેઠને તો તે વાત રૂચતી જ હતી. શેઠે કહ્યું કે
સ્ત્રીના પાસમાં પડ્યા પછી પ્રાણીઓ છુટી શકતા નથી.” તે ઉપર તેમણે મિલ દ્વિજની કથા કહી અને શિખામણ આપી, પણ શેઠાણીને શાંતિ ન વળી. તેણે કહ્યું કે મેં એને હલકી સોબતમાં મૂક્યો તે ભૂલ કરી, પણ એમ થવાનું હોય છે ત્યારે સમજુ પણ ભૂલે છે. ' તે ઉપર તેણે શિવવિપ્રની કથા કહી. એ પ્રમાણે પરસ્પર વાત કરીને કાળ વ્યતિત કરવા લાગ્યા.
કાળનું કામ કાળ કરે છે ધમ્મિલને વેશ્યાને ત્યાં રહેતાં વર્ષો વીતી ગયાં. માતાપિતા મરવા પડ્યા. તેમણે યશામતિ જે ધર્મારાધનમાં તત્પર રહેલી હતી તેને બધી ભલામણ કરી. ધમ્મિલ એ હકીક્ત જાણતાં પણ ઘરે ન આવ્યો. દ્રવ્ય મોકલવું તો બંધ થયું હતું, પરંતુ વસંતતિલકા તેના પર આસક્ત થયેલી હોવાથી તેની માતાની ઈચ્છા નહીં છતાં ઘરમાં રાખ્યા હતા.
યશોમતિએ સાસુ સસરાને અંતસમયની આરાધના કરાવી. તેઓ મરણ પામ્યા. યશોમતિ તેમની અંતક્રિયા યોગ્ય રીતે કરીને પિયર ન જતાં સાસરાના ઘરમાં જ રહી. અત્યારે તેના દુઃખની સીમા નહોતી. તેણે ધ—િલના મંગાવવા પ્રમાણે દ્રવ્ય મોકલવા માંડયું. પ્રાંતે દ્રવ્ય ખુટવાથી તેણે પિતાના આભૂષણે મોકલ્યા. વસંતસેના (અક્કા )એ તે પાછા મોકલ્યા. યશામતિ ઘરબાર તમામ વેચી નાખી પિયરમાં આવીને રહી. તેની આ સ્થિતિ થવાથી તેના માતાપિતા પણ બહુ દુઃખી થયા.
અહીં વસંતસેનાએ ધમ્મિલને તજી દેવા માટે વસંતતિલકાને ઘણું સમજાવી પણ તે ન સમજી. પછી કેટલેક વખત જવા દઈ એક દિવસ