Book Title: Dhammil Kumar Charitra Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ શ્રી ધમ્મિલ ચરિત્રનો ટુંક સાર. કુશાગ્રપુરમાં સમુદ્રદત્ત શેઠને સુરેંદ્રદત્ત નામે પુત્ર હતો. તે પુત્રને માટે તેજ ગામના રહીશ સાગરશેઠે પિતાની પુત્રી સુભદ્રા આપવા કહેણ મોકલ્યું, સમુદ્રદત્તની તે સ્વીકારવાની ઈચ્છા થઈ, તે વખતે સુરેદ્ર “પરીક્ષા કર્યા વિના સ્ત્રી ગ્રહણ કરવી યોગ્ય નથી' એમ જણાવી તે ઉપર ધર્મદત્તની કથા કહી બતાવી છતાં પિતાનો આગ્રહ થવાથી સુરેદ્ર કન્યાની પરીક્ષા માટે ચાર પ્રશ્નવાળો એક ગ્લૅક લખી આપ્યો, અને એનો યોગ્ય ઉત્તર કન્યા આપે તો તેને સ્વીકાર કરવા કહ્યું. સાગરશેઠની પુત્રી સુભદ્રાએ તે કનો મનમાન્યો ઉત્તર લખી આપ્યો, તેથી તેને ને સુરેંદ્રને વિવાહ થયો. સુરેંદ્રદત્ત યોગ્ય વયનો થવાથી તેના પિતાએ ઘરનો ભાર તેને ભળાવી ચારિત્ર લીધું, અને તેનું આરાધન કરી સ્વર્ગે ગયા. સુભદ્રાને પુત્રની વાંચ્છા થઈ. અને ધર્મના આરાધનવડે તે સફળ થઈ. તેને પુત્ર થયો. તેનું નામ ધમ્પિલકુમાર પાડયું. તેણે સર્વ કળાને અભ્યાસ કર્યો. તે યોગ્યવયનો થતાં તેના પિતાએ તેના લગ્ન કરવાની તજવીજ કરવા માંડી, ધમ્મિલે તરતમાં પરણવાના વિચારને અનાદર કરી તે ઉપર એક ગોવાળની કથા કહી બતાવી. તરતમાં તે વિચાર મુલતવી રહ્યો. તેજ નગરમાં ધનવસુ શેઠ રહેતો હતો તેને યશોમતિ નામે પુત્રી હતી. તે કળાકુશળ થઈ હતી. તેને યોગ્ય વય થતાં પિતાને યોગ્ય વર માટે ચિંતા થઈ. તેની સખી સુમતિએ તે વાત તેની માતાને કરી, તેણે ધનવસુ શેઠને કરી. તેણે સુરેંદ્રદત્તના પુત્ર ધમ્મિલ કુમારને યોગ્ય વર જાણી કહેણ મોકલ્યું. સુરેંદ્રદત્તે સ્વીકાર્યું અને ધમ્મિલ સાથે યમતિનો વિવાહ થયો. કેટલાક સમય વીત્યા બાદ ધમ્મિલનું ચિત્ત ધર્મવાસિત વિશેષ પ્રકારે થયું. તેથી તે સંસારસુખ તરફ ઉદાસી થયો. તેણે યશામતિને પોતાનો વૈરાગ્ય ભાવ જણાવ્યો. તેથી સંસારસુખની ઈચ્છક યશેમતિ બહુ ખેદ પામી. આ વાત સખીદ્વારા તેણે પિતાની સાસુને જણાવી. તેણે ધનવસુ શેઠને કહ્યું કે– આપણો ધન્મિલ તો સંસારસુખમાં સમજતો જ નથી. તેથી તેને માટે કંઈક કરવું જોઈએ. આપણે તેને જુગટીયાની સોબતમાં મૂકીએ, તેથી તે સંસાર સુખનો રસીયો થશે.” શેઠે તે વાત ભૂલભરેલી જણાવી તે ઉપર હંસ ને કાગનું દૃષ્ટાંત કહ્યું, પણ શેઠાણું સમજ્યા નહી, અને શેઠની ઈચ્છા નહીં છતાં ધમ્મિલને જુગારીની સોબતમાં મૂકો. તે જુગારી . થયો અને એક દિવસ તે જુગારી મિત્રો સાથે વસંતસેના વેશ્યાને ત્યાં ગયો.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 430