Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ અકાએ પિતાને ઘરે મહોચ્છવ માં અને તે પ્રસંગમાં વસંતતિલકા ને ધમ્મિલ બંનેને ચંદ્રહાસ મદિરા પાઈ દીધી. તે બંને બેશુદ્ધ થઈ ગયા. એટલે દાસી મારફત ગાડી બંદોબસ્ત કરાવી મધ્ય રાત્રી પછી ત્રીજા પહોરે ધર્મિલને બેશુદ્ધ અવસ્થામાં ઉપાડી ગાડીમાં નાખી નગર બહાર વગડામાં મૂકી આવ્યા. પહોર દિવસ ચડ્યા પછી મદિરાનું ઘેન ઉતર્યું. એટલે ધમ્મિલ જાગ્યો. આસપાસ જોઈને ઉદાસ થયો. વેશ્યાની સોબત માટે હવે તીરસ્કાર છુટ્યો, પણ તે રાંડ્યા પછીનું ડહાપણ હતું. પછી તે ત્યાંથી ઉઠીને પોતાને ઘરે ગયો. ત્યાં માતાપિતા મરણ પામ્યાના, ઘરબાર વેચાઈ ગયાના ને સ્ત્રી પિયર ગયાના ખબર જાણી બહુજ ખેદ પામ્યો. તેણે નગર બહાર નીકળી આપઘાત કરવાના બે ત્રણ પ્રયત્નો કર્યા. પણ ક્ષેત્રદેવતાએ તે નિષ્ફળ કર્યા. છેવટે તેણે સલાહ આપી કે “ તું સ્નિગ્ધ વન તરફ જા, ત્યાં એક મુનિ બિરાજે છે, તે તારા ઉદયનો માર્ગ બતાવશે. હજુ તારે ભોગાવળી કર્મ ઘણું છે.” ક્ષેત્રદેવતાના સલાહથી ધમ્મિલ સ્નિગ્ધ વન તરફ ચાલ્યો. ત્યાં પહોંચી મુનિવંદન કર્યું. ધર્મદેશના સાંભળી. તેમાં તે અગડદત્ત મુનિએ વિજયેપાળ રાજાની કથા અતિ રાગ ન કરવા ઉપર કહી. પછી ધમ્મિલને તેના દુઃખનું કારણ પૂછયું, ધમ્બિલે કહ્યું, તેમાં હજુ પણ તેને વેશ્યા ઉપર રાગ છે એમ સૂચવ્યું, મુનિએ વેશ્યાગમનથી પ્રાપ્ત થતા ઘણું દુઃખો બતાવ્યા અને પરસ્પર ઘણી વાતો કરી. છેવટ પોતાના દુઃખ કરતાં ધમ્મિલનું દુ:ખ વધારે નથી’ એમ કહી પોતાનું ચરિત્ર ધમ્મિલના કહેવાથી કહેવું શરૂ કર્યું. તેના પ્રારંભમાં ગુણવમોની કથા ધર્મકાર્યમાં તત્પર રહેવા ઉપર કહી ( એ કથા ઘણી વિસ્તારથી સુમારે પૃષ્ઠ ૫૦ માં છે, ત્યારપછી ધમ્મિલનો વિચાર હજુ પણ સંસાર છોડવાનો થતો ન હોવાથી–સાંસારિક સુખની અભિલાષા હોવાથી વધારે અસર થવા માટે પોતાનું ચરિત્ર કહેવા માંડ્યું. ( અગડદત્ત મુનિની કથા પૃષ્ટ ૧૭૩ થી ૨૬૮ સુધી છે.) પ્રાંતે તેમણે કહ્યું કે “સ્ત્રી જાતિ કેઈપણ રીતે વિશ્વાસ કરવા લાયક નથી, તેનાપર આસકિત ધરાવનારા અનેક ભવ્ય જીવોએ ઘણું હાની મેળવી છે. મારા અનુભવમાં એ વિશેષે આવી ગયેલ છે. ધમ્બિલે કહ્યું કે –“હે મહારાજ ! આપે કહ્યું તે ખરૂં, પણ કાંઈ બધી સ્ત્રીઓ સરખી હોતી નથી. કેટલીક ઉત્તમ અને સારી પણ હોય છે. આપે ધનશ્રીનું ચરિત્ર સાંભળ્યું નહીં હોય ?” આ પ્રમાણે સ્ત્રી જાતિના પક્ષપાતથી ધમ્બિલે કહ્યું. મુનિએ પૂછયું કે-“તે ધનશ્રી કોણ હતી ?” એટલે ધમ્મિલે તેની કથા કહી બતાવી. પ્રાંતે કહ્યું કે-“ધનશ્રીની

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 430