________________
ધમ્મિલ ત્રીશે સ્ત્રીઓને લઈને કુશાગ્રપુર આવ્યો. ત્યાંના રાજા અમિત્રદમને તેને સારી રીતે સત્કાર કર્યો. તેના આપેલા ઉતારે ધમ્મિલકુમાર ઉતર્યા. પછી ધમ્મિલ વસંતતિલકાને ત્યાં ગયા. ત્યાં માતાને પુત્રી વચ્ચે થતી વાત તેણે સાંભળી. વસંતતિલકાનો પિતાપર અપ્રતિમ રાગ જોઈ તે પ્રસન્ન થયો ને પ્રગટ થયો. વસંતતિલકા બહુ ખુશી થઈ. રાજાએ તેને ધમ્મિલને અર્પણ કરી, તેમજ પોતાના રાજ્યને ત્રીજો ભાગ આપી રાજા બનાવ્યું. પછી તે યમતિના પિયરવાળે ઘરે ગયો. ત્યાં તેની અને તેની ભાભીઓ વચ્ચે થતી વાત સાંભળી. પછી પ્રગટ થયા. યશોમતિ બહુ હર્ષિત થઈ. બંને વચ્ચે ઘણી વાતો થઈ. પછી યશોમતિના પિતાએ પુત્રીને કેટલાક દાયજા સાથે સાસરે વળાવી. ધમ્મિલની બધી સ્ત્રીઓ તેને મોટી માનીને તેને પગે પડી. ધમ્મિલ સાંસારિક અપ્રતિમ આનંદ ભોગવવા લાગ્યો. પછી ધમ્મિલનો રાજ્યાભિષેક થયો. ધમ્મિલે ચાર સ્ત્રીઓને મુખ્ય પટરાણી બનાવી. વિમળાના માતાપિતા પણ ત્યાં આવી પુત્રીને કેટલાક દાય આપી ગયા.
અન્યદા ધમ્મિલ પિતાના મહેલના દીવાનખાનામાં બેઠો છે. તેવામાં વસંતતિલકાએ તેની પડખે બેસીને પૂછ્યું કે- સ્વામી ! ગઈકાલે તમે વેશ બદલીને મારી પાસે કેમ આવ્યા હતા ? ” ધમ્મિલ તે સાંભળીને ચોક પણ તેને ખબર પડવા ન દેવા માટે કહ્યું કે- તને ગમ્મત આપવા માટે એમ કર્યું હતું. ” આમ જવાબ દીધા પછી તેવી રીતે આવનાર દુષ્ટ વિદ્યાધરને પકડી પાડવા પોતાના મહેલ ફરતે સિંદુર પથરાવ્યો ને પોતે છુપાઈને રહ્યો. પછી પેલો કામી વિદ્યાધર અદશ્યપણે આવતાં તેના પગ સિંદુરમાં પડ્યા એટલે તેને તલવારના પ્રહારથી મારી નાખીને ત્યાં જ દાટી દીધો.
બે દિવસ પછી ધમ્મિલ પોતાના ઉદ્યાનમાં એક શિલાપર બેઠા હતા. ત્યાં એક વિદ્યાધરી આકાશમાંથી ઉતરી આવી. તેણે પોતાની હકીકત કહેતાં પ્રથમ મેઘજય નામના પોતાના કામોન્મત્ત ભાઈની હકીકત કહી. પછી મેઘમાળાએ કહ્યું કે તે ત્રણ દિવસ અગાઉ ગમે તે પાછો આવ્યો નહીં, તેથી હું તેની તપાસ કરવા નીકળી અને અહીં આવતાં તે આપથી મરાયો છે એમ જાણું ક્રોધથી આપની પાસે આવી, પણ આપને જોતાં જ મારે ક્રોધ શમી ગયે. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ પણ કહ્યું હતું કે મારા ભાઈને જે હશે તે મારે પતિ થશે ” માટે આપ મારે સ્વીકાર કરે. ” ધમ્મિલે તેની અરજી સ્વીકારી તેની સાથે ગાંધર્વવિધિથી પાણગ્રહણ કર્યું. એટલે કુલ ૩૨ પ્રિયાઓ થઈ.
અનુક્રમે વિમળાને પુત્ર થયો. તેનું પદ્મનાભ નામ પાડ્યું. તેને