________________
પિતાની આજ્ઞા માથે ચઢાવીને તરતજ ચિત્રસેન કુમાર હાથમાં ખડૂગને ધારણ કરીને માતાને નમસ્કાર કરી તેની દેશાટનમાં જવાની રજા લઈને મિત્ર રત્નસારને મળવા અને તેની રજા લેવા મંત્રીના ઘર તરફ ચાલ્યેા. છેટેથી જ ઉદ્વિગ્ન મનવાળા રાજપુત્રને આવતા દેખીને મંત્રીપુત્રને આશ્ચય લાગ્યું અને વિસ્મય ચિત્તપૂર્વક આ પ્રમાણે ઉદ્વેગ થવાનુ કારણ તેણે મિત્રને પૂછ્યું. શા માટે તારે દેશાટન જવુ પડે છે વિગેરે આગ્રહપૂર્વક તેણે પૂછ્યું, અને મનમાં જે કાંઈ શલ્ય હાય તે કાઢી નાંખવા સૂચવ્યું. મિત્ર લક્ષણ વર્ણવતા એક પડિતે કહ્યું છે કે:—
ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति । भुक्त भोजयते नित्यं षड्विधं प्रीतिलक्षणं ॥
“ દેવું અને લેવું, છાની-ગુપ્ત હકીકત કહેવી અને પૂછવી, હંમેશાં ખાવુ. અને ખવરાવવું. આ છ મિત્રતાનાં-પ્રીતિનાં લક્ષણ્ણા છે. મિત્રના ખરા હિતકર્તા અને હિત સમજનાર હાય તેણે પેાતાના મિત્રને ખાનગીમાં પણ વૃત્તાંત જાણી તેના ઉપાય કરવા જોઈએ. વળી ખરી મિત્ર તા પ્રત્યક્ષ કાર્યમાં શુરૂની જેમ સલાહ અને શિક્ષણ આપે છે, ખાનગી કાર્ય માં અધુની જેમ એક ચિત્તથી વર્તે છે, કાં આવે ત્યારે નાકરની જેમ ખરા દિલથી કાય કરવા મ`ડી જાય છે, અને મિત્રને પત્નીના વિરહ થાય ત્યારે પુત્રની જેમ તેની પ્રતિપાલના કરે છે. આ સાચા મિત્રનાં લક્ષણ છે.