________________
૩૮
રહ્યા કરતે. એક વખતે પુત્રની ચિંતાથી પતિને ઉદાસ દેખીને તેણુએ પૂછયું-“કાંત ! આમ દુઃખી કેમ દેખાઓ છે?” શ્રેષ્ટિએ સત્ય હકીકત કહી, તે સાંભળી તેણે ફરીથી કહ્યું કે“પ્રાણનાથ ! આવી ચિંતાથી શું ફાયદો? આવી ચિંતાથી સર્યું! આ લોકમાં ને પરલેકમાં મનુષ્યને વાંછિત ફળ આપનાર ધર્મજ છે. તેથી તે ધર્મ વિશેષ કરીને સેવવે. કે જેથી ઈચ્છિત પદાર્થ સ્વયં આવી મળે.” તે સાંભળી શ્રેષ્ટિએ કહ્યું કે-“આપણે ધમરાધન કેવી રીતે કરવું કે જેથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય ત્યારે પત્નીએ કહ્યું કે “સ્વામિન! દેવાધિદેવ શ્રી જિનેશ્વરની ભાવથી પૂજા કરે, સદ્દગુરૂની ભકિત કરે, સુપાત્રને ચોગ્ય દાન આપે અને સિદ્ધાંતનાં પુસ્તકે લખાવો. આ પ્રમાણે ધર્મ, ધ્યાન કરતાં પુત્ર થશે તે સારું છે અને હે નાથ ! કદાચ પુત્ર નહિ થાય, તેપણ તે કરણીથી પરલોકમાં નિર્મળ અખંડિત સુખ અવશ્ય મળશે. “આ પ્રમાણે સાંભળીને હર્ષ પામતાં શ્રેષ્ઠિએ કહ્યું કે “પ્રિયે ! તે બહુ સારું કહ્યું. સારી રીતે આરાધેલો ધર્મ, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષની તુલ્યતાને પામે છે.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી દેવપૂજા માટે પુષ્પ લાવવા શ્રેષ્ઠિએ માળીને બેલા અને તેને ઘણું દ્રવ્ય આપી પુષ્પ મંગાવ્યાં. ત્યાર પછી દરરોજ પ્રાતઃકાળે ઊઠીને શેઠ પેતે વાડીમાં જઈ તાજાં પુપે લાવી પોતાનાં ઘરમાં રહેલી જિનપ્રતિમાનું પૂજન કરી નગરના મધ્યમાં રહેલ જિનચૈત્યમાં જતા હતા. ત્યાં કારમાં પેસતા નધિકી કહેવા વિગેરે દશ ત્રિકને એગ્ય રીતે બરાબર જાળવી પ્રાંતે ઉત્કૃષ્ટ ભક્તિથી