________________
છે.” રાજાએ આ હકીકત સાંભળી આનંદિત થઈ વસ્ત્રાલંકારાદિ તથા ધન વિગેરે તેને વધામણીમાં આપી, સર્વ સામગ્રી તૈયાર કરાવી પ્રધાન અને રાણુની સાથે કેવળીભગવંતને વાંદવાની ઈચ્છાથી તેઓ ઉધાન તરફ ચાલ્યા. આખા પરિવારની સાથે મુનિ મહારાજને વંદના કરી વિનયથી મસ્તક ઉપર અંજળી જેડીને ગ્યસ્થાને સર્વે બેઠા, એટલે આ દુસ્તર સંસારથી તારનારી–આ સંસારસમુદ્રમાં જહાજ સમાન ઉત્તમ ધર્મદેશના આપવાને કેવળી ભગવંતે આરંભ કર્યો. ધર્મદેશનામાં તેમણે કહ્યું કે “જે ઉત્તમ જીવનું ચિત્ત સંસાર ઉપરથી ઉદ્વેગ પામ્યું હોય, સંસારના રખડપાટાથી જે ત્રાસી ગયા હય, સંસારની ઉપાધિ છેડી શાંત આત્મિક દશાને અનુભવ મેળવવા જેને સદિચ્છા થઈ હોય અને મેક્ષપ્રાપ્તિમાંજ જેને લગની લાગી હોય તેણે કષાયોને અવશ્ય તજી દેવા. આ કષાયો કટુક ફળવાળા વિષવૃક્ષ જેવા છે, દુર્બાન કરાવનાર છે–દુષ્યન તરફ વિશેષ દોરી જનાર છે, અને તેના અનુભવથી આ ભવમાં દુઃખ મળે છે, અને પ્રાંતે પરભવમાં દુર્ગતિના ભાજન થવાય છે. વળી ઘણા અનર્થોનું તે કારણે છે. આ પ્રમાણે સાંભળી રાજાએ પૂછયું કે-“મહાત્મન ! આ કષાયે કોણ છે, તેના નામ તથા ભેદ શું શું છે તથા તેની સ્થિતિ શું છે તે કૃપા કરીને વિસ્તારથી જણાવે.” રાજાના આ પ્રશ્નથી કેવળી ભગવંતે કહ્યું કે-“કષાય શબ્દમાં બે શબ્દ જોડાયેલ છે, કષ તથા આય, કષ એટલે સંસારની આય એટલે વૃદ્ધિ