________________
ત્યારે જિનપાલિતે તેને ખમાવ્યો અને અનેક પ્રકારનાં વિનયનાં વાકયો બેલી તેની પ્રશંશા કરી.
જિનપાલિત પિતાને ઘરે જઈ સવજનેને મળે અને શેકપૂર્વક બંધુના મરણની હકીક્ત વિગતથી કહી સંભળાવી. માકંદ શ્રેષ્ઠીએ તે પુત્રની ઉત્તરક્રિયા કરી અને એક પુત્ર સહિત ગૃહવાસ પાળવા લાગ્યા. એકદા શ્રી મહાવીરસ્વામી તે પુરીના ઉદ્યાનમાં સમવસર્યા, તે વખતે માર્કદી શ્રેષ્ઠી જિનપાલિત તથા અન્ય પરિવારને લઈને પ્રભુને વાંચવા આવ્યા. પ્રભુના ઉપદેશથી પિતા-પુત્ર બંને પ્રતિબોધ પામ્યા. ઘેર આવી જિનપાલિતના પુત્રને યોગ્ય શિખામણ સાથે ગૃહકાર્યભાર સેંપી ધર્મકાર્યાદિમાં ચોગ્ય ધનનો વ્યય કરી પ્રભુ મહાવીર પાસે બંનેએ દિક્ષા ગ્રહણ કરી. બંને પિતા પુત્ર યોગ્ય રીતે યતિધર્મ પાળી આત્માનું હિત સાધી સુખ પામ્યા.
ઈતિ જિન પાલિત-જિનરક્ષિત કથા.