________________
જિનરક્ષિત ! તું તો મને તારા ભાઈ કરતાં ઘણું વધારે પ્રિય હતો અને તારા ઉપર તો મારે નેહ પણ નિશ્ચળ હતો. અરે, તારા વિના હું વિષયસુખ કેની સાથે ભેગવિશ? મારા દિવસો તારા વગર કેવી રીતે જશે? અરે, -તારા વગર અવશ્ય મારું મૃત્યુ થશે. તને મારી જરા પણ દયા આવતી નથી, તને મેં આટલે બધે આનંદ કરાવ્યું, તો કૃપા કરીને એક વખત તો મારી સન્મુખ જે, કે જેથી મરતાં મરતાં પણ મને શાંતિ થાય.” આ પ્રમાણેનાં માયાયુક્ત તેનાં મધુર વચનો સાંભળીને જિનરક્ષિત ક્ષે પામ્યો, મનથી ચળાયમાન થયો, મનમાં તેને દયા ઉપજી, પ્રથમનું વિષયસુખ સાંભર્યું અને તે દેવી તરફ પ્રીતિવાળી દષ્ટિથી તેણે જોયું. તેણે તે પ્રમાણે કર્યું કે તરતજ શૈલકે પીઠ ઉપરથી તેને ઉછાળી દરિયામાં નાંખી દીધે. દેવીએ સમુદ્રમાં પડતો તેને ઉંચકી લીધે, અને ત્રિશૂળ વડે તેને વીધી નાંખી ખગવડે તેનાં કકડાં કરી દરિયામાં ફેંકી દીધે. પછી જિનપાલિતને #ભ પમાડવા તે આવી, એટલે યક્ષે તેને ચેતવ્યો કે –“જે જરા પણ આનાં વચનોથી ભાઈશ તો જિનક્ષિત જેવી જ તારી દશા થશે.” તે જિનપાલિત યક્ષનાં આવાં વચનોથી મનમાં બહુ દ્રઢ થઈ ગયે. દેવીએ તેને ચળાવવા ઘણુ ઘણા પ્રયત્નો કર્યા, પણ તે દ્રઢ રહ્યો, એટલે યક્ષની સહાયતાથી ક્ષેમકુશળ તે ચંપાપુરીએ પહોંચી ગયો. તે વ્યંતરી નિરાશ થઈને રત્નદ્વીપે પાછી ગઈ. યક્ષ પણ જિનપાલિતને તેના સ્થાને પહોંચાડી પાછો જતો હતો,