________________
૧૪૭.
કાર્યમાં વિશેષ વિલંબ ન કર.” પછી તેઓ ત્રણે પરિવાર સહિત નગરમાં આવ્યા, અને એગ્ય તૈયારી કરી. રાજપુત્ર પુણ્યસારને રાજ્યાભિષેક કરી પ્રજાપાલન વિગેરેને ઉપદેશ આપી રાજ્યભાર તેને ભળા, અને અધિકારીઓને તથા પ્રજાના મહાજનેને પોતાની સાથે જેવી રીતે વર્તતા હતા, તેવી જ રીતે વર્તવા અને પુણ્યસારને રાજ્યભરમાં સહાય કરવા ભલામણ કરી. વળી રત્નસારના સુમતિ નામના પુત્રને રત્નસારની જગ્યાએ મંત્રીપદે સ્થાપન કર્યો. પછી. ધર્મકાર્યમાં યથારૂચિ દ્રવ્ય વાપરી તથા જિનમંદિરમાં અાફ્રિકા મહોત્સવ કરાવી તથા દાનાદિ સારી રીતે આપી પુણ્યસાર તથા નગરજનેએ જેમને નિષ્ક્રમણમહોત્સવ કર્યો છે તેવા ચિત્રસેન રાજા, પદ્માવતી રાણું અને રત્નસાર પ્રધાન બીજા કેટલાક તેમને વૈરાગ્યરંગ જોઈ સંયમ લેવા ઉદ્યક્ત થયા હતા તે સર્વને સાથે લઈ નગરનારીઓથી પૂજાતા અને નગરજનેથી પ્રશંસાતા જૈનધર્મની વિશેષ વિશેષ મહત્ત્વતા વધારતાં તે ત્રણે ગુરૂ સન્મુખ ઉદ્યાનમાં આવ્યા, તેઓ ત્રણેએ જેમ વસ્ત્રાદિ અલંકારને ત્યાગ કર્યો તેવી જ રીતે કષાય વિગેરે સંસારને વધારનારા દોષોને પણ સાથે ત્યાગ કર્યો. રાજ્યભાર તથા સંસારવૃદ્ધિ કરનારાં અન્ય સર્વ સાધનો જેમ છોડી દીધા, તેવી જ રીતે પાંચે પ્રમાદોને પણ છોડી દીધાં. વળી નવે પ્રકારના પરિગ્રહને પણ તેઓએ સર્વથા ત્યાગ કર્યો, અને શુદ્ધ ભાવથી. મનના વધતા જતા શુભ પરિણામ સાથે ગુરૂમહારાજ પાસે ઉદ્યાનમાં આવીને ભવચિની, શિવદાયિની, સંસારતાપ