________________
૧૫૦
અને સ્વજનાદિકમાં સારી રીતે ક્રીતિ તથા યશ પામે છે, અને આ ભવ તથા પરભવ ખંનેમાં સુખી થાય છે. વળી આ શિયળ મહાવ્રતના પ્રભાવથી દરેક પ્રકારના વ્યાધિએ નાશ પામી જાય છે, માનસિક આધિ કે સાંસારિક કાઇ, પશુ જાતની ઉપાધિ રહેતી નથી, તેવા શિયળવત પુરૂષ કે સ્ત્રીના સ્મરણમાત્રથી પણ આધિ, વ્યાધિ કે ઉપાધિના નાશ થઈ જાય છે, તે પછી શિયળ પાળનાર-શુદ્ધભાવથી શિયળવ્રત સેવનારને કાઈપણ જાતની માનસિક, શારીરિક કે સાંસારિક ઉપાધિ રહે નહિ તે નિશ્ચયાત્મક છે. વળી આ શિયળના માહાત્મ્યથી શાકિની, ભૂત, પ્રેત, ડાકિણી કે વ્યંતર કાઈના ઉપદ્રવથી ઉપદ્રવિત થવાના સ’ભવ રહેતા નથી, તેવા દુષ્ટ દેવા કે ઉપાધિ કરનાર વ્યક્તિએ તે શિયળવ્રત ધારણ કરનારની સામું પણ જોઈ શકતા નથી, તેમજ શિયળવત સાચવનારના પ્રતાપથી અન્યની પણ તેવી ઉપાધિઓ વિલય થઈ જાય છે, તેવા દુષ્ટ દેવા તેની પાસે ઉભાજ રહી શકતા નથી. વળી સિહ્રાદિ ર્હિંસક પશુઓ તથા સપ વિગેરે ઝેરી જનાવરાના ઉપદ્રવ આ વ્રતના પાલન કરનારને થતા નથી. સિંહાદિ જગલી પશુએ મૃગ જેવા શાંત થઇ જાય છે, સર્પ ફુલની માળા થઈ જાય છે, અને તેવા હિં'સક પશુએ અરસ્પરસનુ' વૈર ભૂલી જઈ ઉલટા આ વ્રત આચરનાર પાસે પેાતાના જાતિય સ્વભાવ અેડી શાંતિ ધારણ કરી બેસે છે, અને તેમના માહાત્મ્યની મનમાં સ્તવના કરે છે. શિયળવતના આવા ઉત્તમ અદ્ભુત