________________
પ્રકરણ ૨૫ મું
ચિત્રસેન, પદ્માવતી અને રત્નસારે કરેલા
સંસારત્યાગ અને આત્મસાધના,
આ પ્રમાણે મિત્રાનંદ અને અમરદત્તનું અદ્ભુત વિસ્તૃત કથાનક સાંભળીને ઘણું ભવ્યજીવે પ્રતિબંધ પામ્યા. કેટલાએક ભએ તે જ ક્ષણે ગુરુમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને કેટલાકે યથાશક્તિ વ્રત–નિયમાદિ આચય. ચિત્રસેન રાજા, પદ્માવતી રાણું અને રત્નસારમંત્રી પણ લઘુકમી ભવ્ય જીવ હતા. ચેડા ભવ પછી જ શિવસુખ પામવાના હતા, અને ત્યાં સુધી પણ દેવગતિમાં અને મનુષ્યગતિમાં શાતાદનીયના અનુભવથી ઉત્તમ વૈભવ પામી ધર્મારાધન કરવાના હતા. ગુરુમુખેથી ઉપરની દેશના અને કથાનક સાંભળીને તેઓ બહુ આનંદ પામ્યા, બધ પામ્યા અને આ સંસારના ક્ષણિક દેખાતા સુખ ઉપર તેઓને વૈરાગ્ય આવે, અને હંમેશને માટે ‘પ્રાંતે દુઃખ આપનાર સાંસારિક વિષયોને છેડીને તે જ ગુરુ પાસે સંયમ ગ્રહણ કરવા અને આત્મહિત સાધવા તેઓ ઉઘુક્ત થયા.
પછી ગુરૂમહારાજને ચેડા કાળ સુધી ત્યાં રહેવા વિનંતિ કરી. ગુરૂએ તે વિનંતિ સ્વીકારતાં કહ્યું કે –“ધર્મના