________________
૧૪૫
એમ સમજવું. જેમ દેવીના વાકયની અપેક્ષા રાખ્યા વિના યક્ષના આદેશને આધીન રહેવાથી જિનપાલિત અનુક્રમે પિતાની નગરીએ પહોંચ્યો, તેમ જે જીવ અવિરતિને ત્યાગ કરી પવિત્ર ચારિત્રમાં નિશ્ચળ થાય છે, તે સર્વ કર્મને ક્ષય કરીને થોડા કાળમાં જ મેક્ષસુખ પામે છે. માટે હે રાજર્ષિ! ચારિત્ર અંગીકાર કર્યા પછી આત્મિક હિત સાધવા તથા સ્વસ્થાન–મેક્ષનગરને પ્રાપ્ત કરવા માટે કઈ પણ વખત સાંસારિક વિષયભેગમાં મનને પ્રવર્તવા દેવું નહિ.”
આ પ્રમાણે ગુરુમહારાજના વચન સાંભળી તે રાજર્ષિ અત્યંત આદરથી અતિચાર રહિતપણે સંયમ પાળવા લાગ્યા. રતનમંજરી સાધ્વીને ગુરૂએ પ્રવતિનીને સોંપી. તે પણ તેમની સાનિધ્યમાં નિરંતર તપ અને સંયમનું પાલન કરવા લાગી. અનુક્રમે તે બંને નિર્મળ તપ કરી ઘણા ભવ્યજીવોને પ્રતિબધી શુદ્ધભાવથી ચારિત્ર પાળી મોક્ષપદને પામ્યા.
ઈતિ અમરદત્ત મિત્રાનંદની કથા.