________________
અવશ્ય ક્ષેમકુશળ ચંપાનગરીએ પહોંચાડી દઈશ. તે દેવી પછવાડે આવી મીઠાં વચન બેલે તે પણ તમારે લલચાવું નહિ, ભયનાં વચને બોલે તે પણ તેનાથી જરા પણ બીવું નહિ. આ પ્રમાણે નિર્વાહ કરવાની જે તમારી શક્તિ હોય. તે જલદી મારી પીઠ ઉપર ચઢી જાઓ, અને હું તમારે ગામ તમને લઈ જાઉં.” આ પ્રમાણે યક્ષે કહ્યું તે બંને ભાઈઓએ અંગીકાર કર્યું. અને અશ્વરૂપ થયેલા તે યક્ષની પીઠ ઉપર બંને ભાઈઓ બેસી ગયા. તે અશ્વ આકાશમાગે . સમુદ્ર ઉપર તરત જ ઉડવા લાગ્યા.
તે જ સમયે તે દ્વીપની અધિષ્ઠાયિકા દેવી તેને સંપાયેલ લવણસમુદ્રની શુદ્ધિ કરવાનું કાર્ય પૂર્ણ કરી પોતાને સ્થાને આવી અને પોતાના મંદિરમાં તે બંને ભાઈઓને તેણે જોયા નહિ, તેથી સર્વત્ર વનમાં ભમી, ત્યાં પણ તેને પત્તો મળ્યો નહિ, એટલે જ્ઞાનને ઉપયોગ મૂકીને તેણે જોયું, તે અશ્વરૂપ થયેલા શૈલક્યક્ષની પીઠ ઉપર બેસી તેમને ચંપાનગરી તરફ જતાં તેણે જોયા, તેથી તે તરત જ ખગ હાથમાં ધારણ કરી તેમની પછવાડે દેડી.
ત્યાં જઈ પ્રથમ ભીતિનાં અને પ્રીતિનાં અનેક પ્રકારનાં વાક્યો તેમને લલચાવવા તે બોલવા લાગી, પણ યક્ષે તેમને પુનઃ ચેતવ્યા કે તમારે બીવાનું કે લલચાવાનું જરાપણ મન કરવું નહિ, તેથી તેનાં ભયનાં શબ્દોથી તેમજ મધુર પ્રીતિયુક્ત શબ્દથી તેઓ જરાપણ ચલાયમાન થયા નહિ. પછી તેણીએ એકલા જિનરક્ષિતને ઉદ્દેશીને કહ્યું કે –“ અરે