________________
પર
તેને પૂછયું કે-“અરે ભાઈ! તું કેણ છે? તારી આવી. સ્થિતિ કેમ થઈ છે? વળી અહીં ચારે તરફ મડદાં અને હાડકાંઓ જ દેખાય છે તેનું શું કારણ?” આ પ્રમાણે તેઓએ પૂછવાથી શૂળી ઉપર રહેલા તે માણસે જવાબ આ કે-“હું કાકંદી નામની નગરીમાં રહું છું, જાતે વણિક છું, વ્યાપાર માટે વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્રમાગે હું ચાલ્યું. માર્ગમાં પવનના તોફાનને લીધે મારું વહાણ ભાંગી ગયું. મને દૈવયેગે એક પાટીયું મળી જવાથી હું આ રત્નદ્વીપે નીકળે. અહીં વિષયમાં લુબ્ધ થયેલ. આ દ્વીપની અધિષ્ઠાયિકા દેવીએ મને વિષયસેવન કરવા રાખે. તેની સાથે વિષયસેવન કરતાં તથા તે લાવી આપે તેને આહાર કરતાં કેટલાક દિવસો પસાર થયા. ત્યાર પછી માત્ર થોડા અપરાધને માટે તેણીએ મને શૂળીએ. ચઢાવ્યો છે. આ સર્વ મડદાંઓ પણ તેણુએ આવી રીતે મારેલ મનુષ્યનાં જ છે. તમે પણ તે દુષ્ટ દેવીના પાસમાં સપડાયા જણાઓ છે, તે તમે કયાંથી અને કેવી રીતે આ દુષ્ટ દેવીના પાસમાં પડયા તે કહો.” પછી તેઓએ પિતાને સર્વ વૃત્તાંત તેની પાસે નિવેદન કરી તેને પૂછયું કે – “હે ભાઈ! અમારે આમાંથી બચવાને કાંઈ ઉપાય ખરે કે નહિ?” ત્યારે તેણે કહ્યું કે –“હા, એક ઉપાય છે. અહીંથી પૂર્વ દિશામાં એક વન છે, તેમાં શૈલક નામને એક યક્ષ રહે છે, તે અમુક દિવસે અશ્વનું રૂપ ધારણ કરીને બેલે છે કે – “હું કેનું રક્ષણ કરૂં? કેને.