________________
બે એજ વતે છે. ત્યાં તે બે ઋતુ હેવાથી તમને આનંદ થશે અથવા જે તમને ત્યાં પણ આનંદ ન થાય તો તમારે ઉત્તર દિશાના વનમાં જવું, ત્યાં શરદુ અને હેમંત તે બે તુજ સર્વદા વતે છે. જે કદાચ ત્યાં પણ તમારા મનને તુષ્ટિ ન થાય તે પશ્ચિમ દિશાના વન તરફ જવું, ત્યાં શિશિર અને વસંત એ બે ઋતુઓ નિરંતર વર્તે છે. ત્યાં જઈ તમારે વિનેદ કરે; પરંતુ દક્ષિણ દિશામાં જે વન છે, તે દિશામાં તમારે કદી જવું નહિ, કારણ કે તે દિશાના વનમાં મોટા શરીરવાળે શ્યામવણ દષ્ટિવિષ સર્પ રહે છે, તે ત્યાં જનારા સર્વને ભક્ષ્ય કરી જાય છે.”
આ પ્રમાણે સૂચના આપી તે દેવી તેને સોંપાયેલ કામ કરવા માટે ગઈ પછી તે શ્રેષ્ઠીપુત્રો પણ દેવીના કહેલા ત્રણે વનેમાં વેચ્છાથી ફરવા લાગ્યા. એક દિવસે તેમણે વિચાર્યું કે “દેવીએ આપણને દક્ષિણ દિશાના વનમાં જવાની વારંવાર ના કહી છે તેનું શું કારણ? માટે આપણે તે વનમાં જઈને જેવું તે ખરું કે ત્યાં શું છે?” એમ વિચારી બંને મનમાં શંકા સહિત તે વનમાં ગયા એટલે તેમને અત્યંત દુર્ગધ આવવા લાગી, નાસિકાને ઉત્તરીય વસ્ત્ર વડે ઢાંકી તેઓ આગળ ચાલ્યા, ત્યારે તેઓએ મનુષ્યનાં હાડકાંએને મોટો સમૂહ છે. તે જોઈ તેઓ ભય પામ્યા, તો પણ આગળ વધીને તેઓ તે વન વિશેષ જોવા લાગ્યા. તે વખતે એક સ્થળે શૂળી ઉપર ચઢાવેલે એક પુરૂષ જીવતે અને વિલાપ કરતે તેઓએ દીઠે. તેની પાસે જઈ તેઓએ