________________
વખત મુસાફરી કરી તમે ક્ષેમકુશળતાથી આવ્યા છે, પરંતુ હવે બારમી વખત કદાચ તમને કાંઈ વિન્ન થાય તો બધી વખતની મહેનત નિષ્ફળ જાય, માટે અતિ લેભ કરે ઠીક નથી. જે મારું વચન માને તે હવે ઘેર રહેવું તેજ શ્રેયસ્કર છે. આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે તેઓ બેલ્યા કે-“હે પિતાજી! આવું વચન ન બેલે, આ વખતની વહાણની યાત્રા પણ તમારી કૃપાથી ક્ષેમકુશળ અને વિશેષ લાભદાયીજ થશે.” એ પ્રમાણે કહી બંને બંધુઓએ અનેક પ્રકારનાં કરિયાણું લઈ જળ, ઈંધન વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરી વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્રમાર્ગે ચાલ્યા. તેઓ મધ્ય સમુદ્રમાં પહોંચ્યા, તે વખતે દરિયામાં અકસ્માત્ મેઘને અધિકાર થયે, આકાશમાં ગર્જના થવા લાગી, વીજળીના ઝબકારા થવા લાગ્યા અને પ્રચંડ વાયુ વાવા લાગે, તેથી તે વખતે તેઓનું વહાણ ભાંગી ગયું, અને વહાણમાં રહેલા સર્વ લેકે ડુબી ગયા. તે વખતે જિનપાલિત અને જિનરક્ષિત બંનેને કર્મને એક પાટીયાનો ચિંગ મળી જવાથી તેને તેઓ દ્રઢ રીતે વળગી પડ્યા,
એટલે ત્રીજે દિવસે રત્નદ્વિીપને કાંઠે નીકળ્યા. તે દ્વીપમાં નાળીએરીનાં ફળ (શ્રીફળ) ખાઈને તેઓ પ્રાણવૃત્તિ કરવા લાગ્યા, અને નાળીએરીનું તેલ ચોળી તેઓ શરીરે સાજા-નિરોગી થયા.
એક વખતે કઠોર, નિર્દય અને તિણ ખડૂગને ધારણ કરતી તે રનદ્વીપની અધિષ્ઠાયિકા દેવીએ તેમની પાસે