Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 146
________________ પ તેને પામીને ફરીથી પાછા જે જીવા વિષયાદિમાં લખા થાય છે તે નિરક્ષિતની જેમ ઘેર સ સારસાગરમાં પડે છે, અને જે પ્રાણીએ પ્રાથના કર્યા છતાં પણ જિનપાલિતની જેમ વિષયકષાયાદિથી પરાસ્મુખજ રહે છે તેએ તેની જેમ સુખી થઈ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે.” રાજિષ અમરદત્તના પૂછવાથી તે 'નેનુ' વૃત્તાંત ગુરૂમહારાજે નીચે પ્રમાણે વર્ણવી ખતાવ્યું. જિનપાલિત અને જિનરક્ષિતની કથા. ચંપાપુરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે પુરીમાં માક'દી નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે શાંત, સરલ ચિત્તવાળા અને ઉદાર બુદ્ધિવાળા હતા. તેને ભદ્રા નામની ભાર્યા હતી. તે શ્રેષ્ઠીને તે ભાર્યાંની કુક્ષિથી બે પુત્રો થયા હતા, જેનાં નામ તેણે જિનપાલિત અને જિનરક્ષિત રાખ્યા હતા. તેએ અને અનુક્રમે યુવાવસ્થાને પામ્યા; ત્યારે વહાણુમાં એસી પરદેશમાં જઈ ક્રયવિક્રય કરી દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યા. તે મનેએ તે પ્રમાણે અગ્યાર વખત વહાણુમાં ગમનાગમન કર્યું, અને ધન પણુ ઘણું ઉપાર્જન કર્યુ”; જ્યારે માસી વખત ધનના લેાલથી તે બને ભાઈ ફરીથી જળમાર્ગે જવા તૈયાર થયા, ત્યારે તેમના પિતાએ કહ્યુ` કે–“ હું પુત્રો ! આપણા ઘરમાં પુષ્કળ ધન છે, તે ધન ઈચ્છા પ્રમાણે દાનમાં તથા ભાગમાં વાપરા. અગ્યાર

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164