________________
૧૪૦
વિપત્તિમાંથી ઉગારું?” માટે ભાઈઓ! તમે તે સિલક યક્ષનું
ભક્તિથી આરાધન કરશે. જ્યારે તે પર્વને દિવસે ઉપર પ્રમાણે રક્ષણ કરવાના શબ્દો બેલે, ત્યારે તમારે કહેવું કે –“હે યક્ષરાજ ! અમારું રક્ષણ કરે.” આ પ્રમાણે કહેવાથી તે તમારું રક્ષણ કરશે.” આ પ્રમાણે કહ્યા પછી થોડા સમયમાં તે પુરૂષ મરણ પામ્યા. તે પછી તે બંને ભાઈઓ શૂળી ઉપર રહેલા માણસે બતાવેલા વન તરફ ગયા. અને મનહર પુષ્પો એકઠાં કરી તે યક્ષની પૂજા કરી તેની સેવા કરવા લાગ્યા. એમ કરતાં તે પર્વને દિવસ આવે, ત્યારે તે યક્ષ બેલ્યો કે-“હું કોની રક્ષા કરૂં? કોને આપત્તિમાંથી ઉગારૂં? તે યક્ષનાં તેવાં વચન સાંભળી તે બંને બંધુએ તત્કાળ બેલ્યા કે
હે યક્ષરાજ ! અમારું રક્ષણ કરો, અને અમને આ દુખસાગરમાંથી પાર ઉતારે.” તે યક્ષ બેલ્યો કે-“હું તમને દુખમાંથી અવશ્ય તારીશ; પરંતુ તમે સાવધાન થઈને મારું એક વચન સાંભળે. તમે જ્યારે અહીંથી મારી સાથે આવશે, ત્યારે તે દેવી પાછળ આવીને પ્રીતિવાળાં મધુર આકર્ષક વચને બેલશે. તમને સમજાવવા કાલાવાલા અને વિનંતિ કરશે. તે વખતે જે તમે તેના ઉપર મનથી પણ પ્રીતિ કરશે, તો હું તમને ઉછાળીને તે જ વખતે સમુદ્રમાં નાંખી દઈશ, અને તેની જરા પણ દરકાર કર્યા વગર અથવા તેની તરફ લેશમાત્ર પણ પ્રતિભાવ ઉપજાવ્યા વગર તમે રોગરહિત રહેશે, તે હું તમને