________________
સંદેહ રહિત થઈ સૂરિને નમી રાષ્ટ્ર સહિત પિતાને આવાસ ગયા. ગુરૂએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
પ્રકરણ ર૩ મું.
અમરદત્ત-રત્નમંજરીનું દીક્ષા ગ્રહણ અને
ઉપદેશાત્મક કથા કથન.
ત્યાર પછી સમય પૂર્ણ થયે રત્નમંજરીએ પુત્ર પ્રસ . ગુરૂના કથનાનુસાર તેનું કમળગુપ્ત નામ પાડ્યું. ધાત્રીઓથી લાલનપાલન કરાતા તે પુત્ર અનુક્રમે બાલ્યાવસ્થા ઉલંઘીને બહેતર કળાઓને અધ્યાપક પાસે અભ્યાસ કરી રાજ્યને ભાર ઉપાડવા યોગ્ય ઉમરને થે. આ સમયે એક વખત તેજ સૂરિમહારાજ ફરીથી ઉદ્યાનમાં સમવસર્યા. ઉદ્યાનપાલકે ગુરૂના આગમનની હકીકત રાજાને જણાવી. તે સમાચાર સાંભળી ઉમરના થયેલા પુત્રને રાજ્યભાર સેંપી રાજાએ રાણી સહિત તે સૂરિમહારાજ પાસે વૈરાગ્યરસને પિષનારી દીક્ષા ગ્રહણ કરી. તે સૂરિએ તે બંનેને તથા સાથે આવેલ સર્વ જનોને પ્રવજ્યા આપ્યા પછી ધર્મમાર્ગમાં તથા દીક્ષા પાલનમાં વધારે દ્રઢ કરવા દેશના આપી કે-“આ સંસારરૂપી સમુદ્રને તરવામાં નૌકા સમાન આ દીક્ષા ઉત્કૃષ્ટ પુન્યના વેગથી પ્રાપ્ત થાય છે.