________________
૧૩ તે ગામ નહીં જાઉં” તે સાંભળી ઈથી કણબીએ કહ્યું કે –“તારા સ્વજને તને કદાપિ ન મળે.” તે સાંભળી કર્મ કર મનમાં બહુ દુઃખી થયે, અને તે કણબીને ઘેરજ રહ્યો, તેના સ્વજનેને મળવા ગયે નહિ. અન્યદા તે કણબીને ઘેર બે મુનિએ ભિક્ષા માટે આવ્યા. તે વખતે કણબીએ પિતાની પ્રિયાને કહ્યું કે-“આ મુનિઓને યેગ્ય. દાન આપ.” તે સાંભળી તે અત્યંત હર્ષ પામી અને ભાગ્યયોગે આ સુપાત્રને વેગ મળ્યો છે એમ વિચારી શુભ ભાવનાપૂર્વક પ્રાસુક અન્નપાણીથી તેણે તેમને પ્રતિલાગ્યા. તે જોઈને તે કમકર પણ મનમાં વિચારવા લાગે કે “આ સ્ત્રી પુરૂષને ધન્ય છે કે જેમણે પિતાને ઘેર આવેલા આવા મહાત્મા મુનિઓને ભક્તિથી સત્કાર કર્યો.” આ અવસરે આવા શુભ ધ્યાનમાં તે ત્રણે મગ્ન હતા તે. વખતે તેમના ત્રણેના મસ્તક ઉપર વીજળી પડી, તેથી તે ત્રણે એક સાથે મૃત્યુ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં. પરસ્પર અત્યંત પ્રીતિવાળા દેવ થયા.
સૌધર્મ દેવલેકમાંથી ચવીને જે ક્ષેમકર કૌટુંબિકને જીવ હતા તે તું અમરદત્ત થયો છે, સત્યશ્રીને જીવ આ રત્નમંજરી થયે છે અને કર્મકરને જીવ મિત્રાનંદ થયે છે. જે જીવે પૂર્વભવમાં મન, વચન કે કાયાથી જેવું નિકાચિત કર્મ બાંધ્યું હોય તેવું તેને અવશ્ય પછીના ભાવમાં પ્રાપ્ત થાય જ છે. હે રાજન ! પૂર્વભવમાં જે કર્મ હસતા હસતા કાંઈ પણ ભવિષ્યને વિચાર પણ કર્યા વગર બંધાય