________________
૧૧૬
આવાસમાં તેની પાસે જઈને તું જો.” રાજાના આદેશથી તે રાજપુત્રીના મહેલમાં ગયા. તે વખતે કુમારી જાગી હતી. તેને આવતે જોઈ તેણીએ વિચાર્યું કે “આ તેજ પુરૂષ જણાય છે કે જેણે રાત્રે મારું કડું હરણ કર્યું છે અને મારા સાથળમાં છરીના પ્રડા કર્યા છે, પરંતુ અત્યારે અહીં તે નિશંકપણે આવે છે તેથી જણાય છે કે રાજાએ તેને અહીં આવવાની આજ્ઞા આપી હશે.” એમ વિચારી તેણીએ તેને બેસવા આસન આપ્યું. તે ઉપર બેસીને તે બોલે કે –“ભદ્રે ! મેં તને મરકીનું બેટું કલંક આપ્યું છે, તેથી આજે રાજા તને મને અર્પણ કરશે, તેથી જે તારી ઈચ્છા હોય તે તને મારી સાથે મારે સ્થાને લઈ જાઉં, અને અમરદત્ત કે જે તારે માટે ગુરે છે તેની સાથે તારે મેળાપ કરાવી આપું; છતાં તે તને રૂચતું ન જ હોય તે આટલું થયા છતાં પણ તને કલંકરહિત કરીને ચાલ્યો. જાઉં.” તે સાંભળી તેના ગુણથી રંજીત થયેલી તે કન્યાએ વિચાર કર્યો કે –“અડે ! આ પુરૂષ મારા ઉપર અકૃત્રિમ પ્રેમ રાખે છે, તેથી મારે દુ:ખ અંગીકાર કરીને પણ આનેજ આશ્રય લે યેાગ્ય છે. રાજ્યને લાભ તે સુલભ છે; પરંતુ આવા કુદરતી પ્રેમ રાખનારા સ્નેહી માણસે મળવા દુર્લભ છે.” આ વિચાર કરી તે બોલી કે –“હે ભાગ્યવાન ! તમારી ઉદારતાથી હું બહુ રાજી થઈ છું. મારા પ્રાણ પણ તમારે આધીન છે. હું તમારી સાથે આવવા તૈયાર છું. તમે સાંભળ્યું જ હશે કે:-“અંધ માણસ,