________________
૧૧૫
તાના મિષથી રાજા ત્યાંથી ઉભે થઈ કન્યાના મહેલમાં ગયો. તે વખતે પોતાની પુત્રીના સાથળ ઉપર થયેલા ત્રણ ઉપર પાટો બાંધેલે તેણે જોયે, તથા કડું ગુમ થયેલું દેખાયું. તે સર્વ જોઈ રાજા જાણે વજથી હણાયે હોય તે થઈ ગયો. તેણે વિચાર્યું કે –“અહો ! મારો નિર્મળ વંશ આ દુષ્ટ કન્યાએ કલંકિત કર્યો. હવે કઈ પણ ઉપાયથી આને નિગ્રહ કરે તેજ યુક્ત છે, નહિ તે આ સમગ્ર નગરીના લેકેને ક્ષય કરી નાખશે.” આમ વિચારી તે રાજસભામાં પાછો આબે, અને મિત્રાનંદને પૂછયું કે-“હે ભદ્ર! તે મૃતકનું જે રક્ષણ કર્યું તે માત્ર સાહસથીજ કે કાંઈ મંત્ર શક્તિ પણ તારી પાસે છે?” તેણે જવાબ આપે કે“હે રાજન ! કુળક્રમથી આવેલ મંત્ર શક્તિ પણ મારી પાસે છે.” પછી રાજાએ એકાંતમાં મિત્રાનંદને લઈ જઈને કહ્યું કે:-“હે ભદ્ર! મારી પુત્રીજ મરકી જાય છે, તેમાં મને કાંઈ સંદેહ જણ નથી, માટે તારી મંત્રશકિતથી તું તેને નિગ્રહ કરો નગરનાં લેકેને ઉપાધિ રહિત કર.” ત્યારે મિત્રાનંદ બેલ્યો કે-“અરે રાજન ! આ વાત અસંભવિત છે. આપના કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા મરકી કેવી રીતે હોઈ શકે ?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્ર ! તેમાં અસંભવિત શું છે? મેઘથી ઉત્પન્ન થયેલી વીજળી શું પ્રાણને નાશ નથી કરતી ?” ત્યારે મિત્રાનંદે કહ્યું કે - “હે રાજન તે મને તે કન્યા દેખાડે, કે જેથી તે મારી મંત્રશક્તિથી સાધ્ય છે કે અસાધ્ય છે તેની મારી દ્રષ્ટિથી જ હું ખાત્રી કરૂં.” રાજાએ કહ્યું કે –“ જા, તેના