________________
૧૨૮ નામના દેશમાં ગુલામે વેચવાનો ધંધો કરતા હતા. રસ્તે જતાં ઉજજયિની નજીક તેઓ ઉધાનમાં રહ્યા. રાત્રે અલ્પ બંધન હોવાથી તે કાપી નાખી મિત્રાનંદ ઉજજયિનીના. ખાળ માગે ગામમાં પેસી ગયો. તે અવસરે તે નગરીમાં ચેરને બહુ ઉપદ્રવ હતો, તેથી ચોરેને સખ્ત નિગ્રહ કરવા રાજાએ કેટવાળને તાકીદ કરી હતી. દૈવગે કેટવાળના માણસેએ ચેરની જેમ ખાળને માગે પેસતાં મિત્રાનંદને જોયો. તેએાએ તરત તેને પકડે, અને કોઈ પણ વિગત પૂછયા વગરજ સખ્ત માર મારી ક્ષિપ્રા નદીના કાંઠા ઉપર સર્વના દેખતાં વટવૃક્ષ ઉપર લટકાવી મારી નાખવા ચાંડાબને સેપ્યો. તેઓની સાથે તે રસ્તે જતાં મિત્રાનંદને વિચાર આવ્યો કે-“પ્રથમ શબે જે શબ્દ કહ્યાં હતાં તે સત્ય થયાં. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
यत्र वा तत्र वा यातु, यद्वातद्वा करोत्यसौ । तथापि मुच्यते प्राणी, न पूर्वकृत्कर्मणा ॥१॥ विभवो निर्धनत्वं च, बंधनं मरणं तथा । येन यत्र यत्र लभ्यं, तस्य तत्र तदा भवेत् ॥ २॥ जाति दूरमसौ जीवो, पापस्थानाद्भयतः। तत्रवानीयते भूयो-भिनवप्रौढकर्मणा ॥३॥
પ્રાણ ગમે ત્યાં જાય અને ગમે તે કાર્ય કરે, તો પણ તે પૂર્વે કરેલા કર્મથી કદિ મૂકાતો નથી; વૈભવ, નિર્ધ. નતા, બંધન કે મરણ જે કાંઈ પ્રાણીને જે ઠેકાણે જે વખતે