________________
પ્રભુ! તમે જે કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. હવે મારી સંસારમાં રહેવાની વાસના નાશ પામી છે. તેથી મને દીક્ષા આપો.” તે સાંભળી ગુરૂએ કહ્યું કે “હે ભદ્રે ! હજુ તારે ભેગકર્મફળ બાકી છે, તે ભોગવ્યા પછી ચારિત્ર અંગીકાર કરજે.” તે સાંભળી ગુરૂને વંદના કરી યથાયોગ્ય શ્રાવકધર્મ અંગીકાર કરી શ્રેષ્ઠી તથા તેની પુત્રી પિતાને આવાસે ગયા.
પ્રકરણ ૨૧ મું.
મિત્રાનંદના મૃત્યુની હકીકત.
આ સર્વ હકીકત સાંભળી તથા નજરે દેખીને અમર -દત્ત રાજાએ વિચાર કર્યો કે-“આ ગુરૂનું જ્ઞાન મહા અદ્-ભૂત જણાય છે; કારણકે આ શ્રેષ્ઠીપુત્રીને પૂર્વભવ જાણે કે તેમણે પ્રત્યક્ષ દેખે હોય તેવી રીતે કહી સંભળાવ્યો.” આ પ્રમાણે વિચાર કરી તેણે સૂરિમહારાજને વિનંતિ કરી કે –“હે ભગવન્ ! કૃપા કરીને મારા પ્રાણપ્રિય મિત્ર 'મિત્રાનંદની શું હકીકત બની તે આપ કહો.” ગુરૂએ તેની -વિનતિ સાંભળી કહ્યું કે
હે રાજન ! તે તારા મિત્ર અત્રેથી તારી પાસેથી ચાલ્યા પછી માર્ગમાં અનુક્રમે જળદુને ઉલ્લંઘી સ્થળદુગમાં આવ્યું. ત્યાં અરણ્યમાં કઈ પર્વતમાંથી નદી જમીન