________________
૧૨૫
યેગી આવે, તેણે મંત્રના બળથી અગ્નિમાં પિતાનું યંત્ર તપાવ્યું, તે વખતે વેદનાથી પીડા પામતી તે ચંડાળણી કેશને છૂટા મૂકી ત્યાં આવી. તે વખતે ભેગીએ તેને પૂછયું કે – “હે દુષ્ટા ! તું આ વહુના શરીરમાં શા માટે પેઠી છે?” તે બેલી કે-“તેની સાસુએ તેવા પ્રકારનું વહુને આળ. આપ્યું, તેથી વહુને બહુ બીક લાગી, તે વખતે હું પાસે ઉભી હતી, અને સમય મળવાથી મેં આ વહુના શરીરમાં પ્રવેશ કર્યો છે.” તે સાંભળી મંત્રના બળથી યેગીએ પુત્રવધૂના શરીરમાંથી તેને બહાર કાઢી. તે હકીક્ત રાજા પાસે પહોંચતાં રાજાએ તે ચંડાળણીને નગરની હદ બહાર કાઢી મૂકી, અને તેની સાસુ કુસુમવતીને લેકે કાળજવા. એવા નામથી બેલાવવા લાગ્યા. આવા નામથી વૈરાગ્ય પામીને તેણીએ સારીજી પાસે દીક્ષા અંગીકાર કરી, અને શુભ ભાવવડે. ચારિત્ર પાળી મરણ પામી સ્વર્ગમાં ગઈ હે શ્રેષ્ઠિમ્ ! તે કુસુમવતી સ્વર્ગલેકમાંથી અવીને તારી પુત્રી થઈ છે. તેણીએ. પૂર્વભવમાં પુત્રવધૂને જે દુષ્ટ વચન કહ્યું હતું, તેની તેણે અંતપર્યત ગુરૂ પાસે આવેચના કરી નહિ, તેથી તે આકાશ દેવીના દોષથી દૂષિત થઈ છે, પરંતુ હવે તું તે પુત્રીને અહિં લઈ આવ. તેનું તે કર્મ ભેગવાઈ જવા આવ્યું છે, તેથી મારૂં વચન સાંભળી જાતિસ્મરણ પામી તે પોતાને પૂર્વભવ જશે, તેથી પશ્ચાત્તાપ થવાથી તે દેષથી તે મુક્ત થશે.” સૂરિમહારાજનાં આવાં વચન સાંભળી શ્રેષ્ઠી તરતજ પિતાની પુત્રીને સૂરિ પાસે લઈ આવ્યું, અને પિતાનું ચરિત્ર સાંભળી જાતિસ્મરણ પામીને પૂર્વભવને દેખીને તે બોલી કે –“હે.