________________
૧૨૩ અને તેઓએ રાજાને કહ્યું કે –“હે સ્વામિનું ! અમે વસં-- તપુર સુધી જઈ આવ્યા; પરંતુ તે નગરમાં અથવા માર્ગમાં કેઈપણ ઠેકાણે અમે મિત્રાનંદને જ નહિ, તેમજ તેની વાર્તા પણ સાંભળી નહિ.” આ સમાચાર સાંભળી ચિત્તમાં આકુળવ્યાકુળ થઈને રાજાએ રાણુને કહ્યું કે:-“હે પ્રિયે! હવે શું કરશું ? મિત્રના કેઈ જાતનાં સમાચાર આવ્યા નહિ.” તે સાંભળી રાણીએ કહ્યું કે “સ્વામિન્ ! જે કંઈ જ્ઞાની મહાત્મા અત્રે પધારે તો તેમને પૂછવાથી સંદેહ દૂર થાય, તે વિના સંશય દૂર થવાનું કેઈ સાધન નથી.” આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તે વખતે ઉદ્યાનપાળકે આવીને વિજ્ઞપ્તિ કરી કે:-“હે રાજન ! આપણું નગરની બહાર અશોકતિલક નામના ઉદ્યાનમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર ધર્મશેષ નામના આચાર્ય પધારેલા છે.” તેને વધામણમાં એગ્ય દાન આપી તે સમાચારથી અત્યંત આનંદિત થઈ ઘણું સામગ્રી સહિત રાણુની સાથે તરતજ તેમને વંદના કરવા, ધર્મોપદેશ સાંભળવા અને પિતાના મનને સંયમ દૂર કરવા રાજા ઉઘાન તરફ ચાલ્યા. રાજયોગ્ય ચિહુને બહાર મૂકી આચાર્ય પાસે આવી ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદના કરી વિનયપૂર્વક ઉચિત સ્થાને પરિવાર સહિત રાજા બેઠા. ગુરૂએ કહ્યું કે –“હે રાજન ! ડાહ્યા અને બુદ્ધિમાન માણસેએ સર્વ દુઃખને સર્વથા નાશ કરનાર, અને સમગ્ર સુખને આપનાર આ ભવ પરભવમાં સર્વરીતે સુખકારી ધર્મજ ખરેખર આચરવા લાયક છે.” એ પ્રમાણે ધર્મમાર્ગમાં પ્રયાસ કરવા મુનિરાજે ઉપદેશ આપ્યો.