________________
૧૧
વડે તેને પોતાની પીઠ ઉપર બેસાડ્યો. પછી ઘણા માણસેથી સેવાતા, વાજિંત્રેના નાદ અને જય જયના વિનિ સાથે અમરદત્તે આનંદથી નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે પુરની સ્ત્રીઓ તેને જોવા માટે ટોળેટોળા મળીને એકઠી થઈ, અને લેકે તે દંપતીનાં ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા, સ્ત્રીઓ પણ તેનું રૂપ વર્ણવવા લાગી. પુરની સ્ત્રીઓ તથા નગરજનેના વિધવિધ પ્રકારના પોતાના, રત્નમંજરીના અને મિત્રાનંદના લાઘાના શબ્દો સાંભળતે અમરદત્ત સર્વની સાથે રાજમહેલના દ્વાર પાસે આવ્યા. પછી હસ્તી ઉપરથી નીચે ઉતરી રાજમંડળથી સેવા રાજસભામાં જઈ તે સિંહાસન ઉપર આરૂઢ થયે અને રત્નમંજરી અને મિત્રાનંદને પોતાની બાજુમાં બેસાડયા. અન્ય અધિકારી તથા પૌરજને વસ્ત્રોગ્ય આસને બેઠા. પછી મંત્રી અને સામંતોએ મળી તેને રાજ્યાભિષેક કર્યો. તે વખતે રાજાએ રત્નમંજરીને પટ્ટરાણી કરી, બુદ્ધિમાન મિત્રાનંદને સર્વ રાજ્યની મુદ્રાને અધિકારી બનાવ્યું અને રત્નસાર શ્રેષ્ઠીને પિતાને સ્થાને સ્થાપન કર્યા અને નગરશ્રેષ્ઠીની પદવી આપી. આ પ્રમાણે યંગ્ય વ્યવસ્થા કરી કૃતજ્ઞમાં શિરેમણિ તે અમરદત્ત ન્યાયપૂર્વક અખંડિત રાજ્યનું પાલન કરતો પ્રજાને આનંદ ઉપજાવવા લાગ્યા
મિત્રાનંદ રાજકાર્યમાં વ્યગ્ર થયો હતો, તો પણ પિતાના મરણને સૂચવનારૂં તે શબનું વચન તે વિસ્મરી ગયો નહતો, તેથી તેના મનમાં અહર્નિશ તે બાબતની