________________
પ્રકરણ ર મું.
અમરદત્ત-મિત્રાનંદ કથાંતર્ગત અશેકશ્રીનું ચરિત્ર
owedecesses આ અવસરે અશોકદર નામના એક શ્રેષ્ઠ વણિકે ગુરૂને પૂછ્યું કે-“હે પૂજ્ય! અશોશ્રી નામે મારે પુત્રી છે, તે કયા કર્મના દોષથી શરીરે ગાઢ વેદના થવાથી દુઃખ પામે છે? વળી તે વેદના નિવારવા ઘણું ઉપચાર કર્યા છતાં તેને રેગની લેશ પણ શાંતિ કેમ થતી નથી?” તે સાંભળી સૂરિ બોલ્યા કે –“હે શ્રષ્કિન ! આ તારી પુત્રી પૂર્વભવે ભૂતશાળી નામના નગરમાં ભૂતદેવ નામના શેઠની કુસુમવતી નામે ભાર્યા હતી. એકદા ઘરમાં બિલાડી દૂધ પી ગઈ, ત્યારે તેણીએ ક્રોધથી દેવમતી નામની પિતાના પુત્રની વહુને કહ્યું કે “અરે શું તને ડાકણ વળગી છે કે જેથી તે દૂધની સંભાળ પણ રાખી શકતી નથી?” આ પ્રમાણે સાંભળી તે બાળિકા ભયથી થરથર કંપવા લાગી. તે જોઈ તરતજ તેના ઘરની નજીક ઉભેલ કેઈ ચંડાળણી, જે ડાકણને મંત્ર જાણતી હતી તેણે છળ મળવાથી તે વહુના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી તે અત્યંત વેદના પામવા લાગી. તેણીની ઘણા વૈદ્યોએ વિવિધ પ્રકારની ચિકિત્સા કરી તો પણ તે વહુ દેષરહિત થઈ નહિ. એક વખતે ત્યાં કોઈ