________________
૧૧૯
અનુક્રમે તે બંને પ્રયાણ કરતાં પાટલીપુર નગરની સમીપે આવી પહોંચ્યા.
અહીં બે માસની અવધિ પૂર્ણ થવા આવી છતાં મિત્રાનંદ આવ્યો નહિ, ત્યારે અમરદત્તે રત્નસાર શ્રેષ્ઠીને કહ્યું કે –“હે તાત! મારા મિત્ર હજુ આ નહિ; માટે હવે કાષ્ટની એક ચિતા મને તૈયાર કરાવી આપવાની કૃપા કરે કે જેમાં પડીને દુઃખથી બળતે હું દુઃખમુક્ત થાઉં. આપે જે મહા ઉપકાર મારી ઉપર કર્યો છે તેને બદલે મારાથી કઈ રીતે વાળી શકાય તેમ નથી.” તે સાંભળી શ્રેષ્ઠી અત્યંત દુઃખી થયા. થડે વખત મુશ્કેલીથી પસાર કરાવી, છેવટે અમરદત્તના અત્યંત આગ્રહુ અને કાલાવાલાથી તે નગરીના કેટલાક લેકે સહિત ગામ બહાર તેઓ ગયા અને એક કાષ્ટની ચિતા રચાવી. પછી તેમાં અગ્નિ પ્રગટ કરાવી તેમાં પડવાની અમરદત્ત તૈયારી કરતા હતા, ત્યારે તે શ્રેષ્ઠી તેને આગ્રહપૂર્વક વારવા લાગ્યા કે-“હે ભદ્ર! આજને દિવસ તું રાહ જે, કારણ કે મને લાગે છે કે આજના દિવસમાં તે જરૂર આવી પહોંચશે.” શ્રેષ્ઠી તથા અન્ય પુરજનેના અત્યંત આગ્રહથી તે રાત્રી સર્વની સાથે ત્યાં જ ઉદ્યાનમાં રહેવાનું ઠરાવી ચિંતામાં પડી બળી મરવાનું એક દિવસ મુલતવી રાખ્યું. દિવસના પાછલા પહેરે મિત્રાનંદ રત્નમંજરી સહિત ત્યાં આવી પહોંચ્યો. તેને આવતે જોઈ અમરદને ઉભા થઈ સામા દોડી જઈ તેને દઢ આલિંગન કર્યું તે વખતે તે બંનેને જે સુખ થયું તે તે બેજ જાણી