________________
૧૧૮
કે –“હે સુંદર ! તમે પણ અશ્વ ઉપર સાથે બેસી જાઓ. આવુ સારૂં વાહન છતાં તમે શા માટે પગે ચાલે છે?” તે સાંભળી મિત્રાનંદ બે કે –“ જ્યાં સુધી આ રાજ્યની સીમા ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી હું પગે ચાલીશ.” આ પ્રમાણે તેના કહેવાથી જ્યારે તે રાજ્યની હદ પૂરી થઈ ત્યારે ફરીથી રાજકન્યાએ અશ્વ ઉપર બેસી જવા મિત્રાનંદને કહ્યું. તેણે પ્રત્યુત્તર આપે કે-“ઘડી ઉપર ન બેસવામાં કાંઈક કારણ છે.” આગ્રહથી તે કારણ પૂછવાથી તેણે કહ્યું કે:-“હે સુંદરી ! હું તને મારે માટે લઈ જતો નથી, પરંતુ મારા મિત્ર અમર દત્તને માટે લઈ જાઉં છું.” એમ કહી તેણે રાજકન્યાને સમસ્ત બનેલ વૃત્તાંત કહી સંભળાવ્યું, અને કહ્યું કે-“હે ભદ્રા આ કારણને લીધે તારી સાથે મારે એક આસને કે શયને બેસવું યોગ્ય નથી.” મિત્રાનંદનું આવું વચન સાંભળી વિસ્મય પામી રાજપુત્રીએ ચિંતવ્યું કે-“અહે! આ પુરૂષનું ચરિત્ર લકત્તર છે, કારણ કે જેને માટે લેકે પિતાના પિતા, માતા, બ્રાતા અને મિત્રને પણ છેતરે છે, તે હું મનેહર રૂપવાળી સ્ત્રી પ્રાપ્ત થયા છતાં પણ આ પુરૂષ મને ઈચ્છ નથી, તેથી આ કેઈ ચારિત્રવાન મહાપુરૂષ જણાય છે, સ્વકાર્યની સિદ્ધિને માટે લેકે ગમે તે પ્રયાસ કરે અને સંકટ ભેગ; પરંતુ અન્યનું પ્રયેાજન સાધવામાં કઈ વિરલ પુરૂષજ આવું મહાકણ અંગીકાર કરે.” આ પ્રમાણે વિચાર કરતી પિતે ચારિત્રવાન્ પુરૂષના હાથમાં હોવાથી હર્ષિત થતી રત્નમંજરી તેના ગુણથી બહુ આનંદિત થઈ.