________________
૧૨૦
શકે તેવું હતું. બીજું કોઈ તેનું વર્ણન કરવા સમર્થ નહોતું. પછી મિત્રાદે કહ્યું કે-“હે મિત્ર! ઘણુ કષ્ટ અને ઉપાધિ સહન કરીને તારા ચિત્તને હરણ કરનારી આ રાજ પુત્રી તારે માટે લાવ્યો છું, તેને ગ્રહણ કર.” અમરદત્તે કહ્યું કે “તે ખરેખર તારું નામ સાર્થક કર્યું છે. ખરા મિત્ર તરીકે ફરજ બજાવી તે મારા ચિત્તને પરમ આનંદ ઉપજાવ્યું છે.” પછી તેજ ઠેકાણે અગ્નિ પ્રગટ કરાવી તેની પાસે પરિજન અને લેકપાળ સમક્ષ મિત્રાનંદે શુભ સમયે તે બંનેનું પાણિગ્રહણ કરાવ્યું. તે બંને સમાન વયવાળાને સુંદર યુગ થવાથી પૌરજને બહુ ખુશી થયા. રત્નમંજરીનું રૂપ અને સુંદરતા દેખી કેટલાક બેલ્યા કે-“આ સ્ત્રીનું રૂપ જોઈ તેના ઉપર આ મેહિત થયે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.” આ પ્રમાણે વિવાહ મહોત્સવ થયા પછી અમરદત્તનું ભાગ્ય વિશેષ ખુલ્યું, અને ત્યાં તેને બીજા પણ સારાં પેગ પ્રાપ્ત થયાં, તે હવે વર્ણવીએ છીએ.
તે પાટલીપુરનો રાજા તેજ વખતે મરણ પામે, તેને પુત્ર નહિ હોવાથી રાત્રીને સમયે રાજકોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રાત:કાળે તે પાંચ દિવ્ય નગરમાં સર્વત્ર ભમતાં ભમતાં જ્યાં અમરદત્ત ઉદ્યાનમાં હતા ત્યાં આવ્યા. તે વખતે અવે હષારવ કર્યો, હાથીએ ગર્જના કરી, છત્રી પોતાની મેળે ઉઘડી ગઈ, ચામર વીંઝાવા લાગ્યા, અને જળથી ભરેલા કળશ વડે હાથણીએ તેના મસ્તક ઉપર સ્વયં રાજ્યાભિષેક કર્યો અને પિતાની સૂંઢ