________________
પ્રમાણે ધર્મકાર્યમાં વાપરી નાખે, તમારા વિશે પછી હું તે ધનને શું કરીશ?” તે સાંભળી સચિવે કહ્યું કે“હે સ્વામિન્ ! સેવકને એજ ધર્મ છે કે પ્રાણુતને પ્રસંગે પણ તેણે સ્વામીની વંચના ન કરવી.” આ પ્રમાણે તેને અતિશય આગ્રહ થવાથી રાજાએ તે પેટી એક ગુપ્ત સ્થાનમાં મૂકાવી. ત્યાર પછી મંત્રીએ જિનમંદિરમાં અાફ્રિકા મહત્સવ પ્રારંભે, શ્રી સંઘની પૂજા કરી સ્વામીવાત્સલ્ય કર્યા, દીનહીન જનેને દાન આપ્યાં અને અમારીની આઘે. ષણ કરાવી, તથા ઘરમાં હંમેશાં શાંતિપાઠ કરવા લાગ્યો, તથા શસ્ત્રધારી અને બખ્તર પહેરેલા સુભટો અને હાથી ઘોડા વિગેરેને ઘરની તરફ રખાવી ઘરની રક્ષા કરવા લાગે. વળી ગૃહત્યમાં સ્વસ્થતાથી બેસી તે ધર્મધ્યાન કરવા લાગ્યા. એમ કરતાં પંદરમો દિવસ આવ્યું, ત્યારે રાજાના અંતઃપુરમાં એવી વાણી પ્રગટ થઈ કે - “હે લેકે! દોડે! દોડે! આ સુબુદ્ધિ નામને મંત્રીપુત્ર રાજપુત્રીને વેણદંડ છેદીને નાસી જાય છે.” આવું વચન સાંભળી રાજાને અત્યંત ક્રોધ થયે, અને ક્રોધના આવેશમાં તેણે વિચાર્યું કે –“તે દુષ્ટ મંત્રીપુત્રનું આવી રીતે સન્માન કર્યું અને સર્વત્ર ગમનાગમનની રજા આપી, તેથી આવું દુષ્ટકાર્ય કરવા તે પ્રેરાયે લાગે છે.” આ પ્રમાણે વિચારી રાજાએ સભાજને સમક્ષ કેટવાળને આજ્ઞા કરી કે –“આ મંત્રીપુત્રના અપરાધને લીધે કુટુંબ સહિત મંત્રીને હણી નાખે, તેને ઘેર કામ કરનાર નેકરને પણ જીવતા રાખશે નહિ, કારણકે તેના દુષ્ટ પુત્રે રાજ્યને મેટો અપરાધ કર્યો