________________
૯૮
કે-“તમારા આ જ્ઞાનગર્ભ મંત્રીને કુટુંબ સહિત મરણત કષ્ટ પંદરમે દિવસે પ્રાપ્ત થશે એમ મારું નિમિત્તજ્ઞાન મને કહે છે.” તે સાંભળી રાજા અને બધા સભાજને અત્યંત ખેદ પામ્યા.
પછી દુઃખથી મુંઝાતા મંત્રીએ તે નિમિત્તજ્ઞને સાથે લઈ પોતાને ઘેર જઈ એકાંતમાં તેને પૂછ્યું કે-“હે ભદ્ર! કઈ રીતે તું મારૂં કષ્ટ જુએ છે?” તેણે જવાબ આપ્યો કે –“તમારા મોટા પુત્રના નિમિત્ત તમને આપત્તિ થશે એમ મારા જાણવામાં આવ્યું છે.” અને કેવી રીતે આપત્તિ આવશે તે જ્ઞાનાનુસાર તેણે જાણ્યું તે બધું કહી બતાવ્યું. તે સાંભળી મંત્રીએ તેને સત્કાર કરી યોગ્ય દાન આપી તેને વિદાય કર્યો. પછી મંત્રીએ પુત્રને બેલાવીને કહ્યું કે –“હે વત્સ! જે તું મારી આજ્ઞા માને તે આપણું ઉપર આવનારી ભાવી જીવિતને અંત કરનારી આપત્તિને આપણે તરી જઈએ.” તે સાંભળી વિનયથી નગ્ન થઈને પુત્ર બે કે –“હે પિતાજી! તમે જે કાંઈ કાર્ય કહેશે તે હું ખુશીથી કરીશ.” પછી મંત્રીએ પુરૂષ સમાય તેવડી એક મેટી પેટી મંગાવી, તેની અંદર પંદર દિવસ ચાલે તેટલું પાણી અને ભેજન મૂકી તેમાં પુત્રને સુવાડી તેને આઠ તાળાંઓ વાસી તે પેટી રાજાને આપીને કહ્યું કે –“હે રાજન ! આ મારૂં સર્વસ્વ છે, તેનું આપ યત્નથી રક્ષણ કરશે.” તે સાંભળી રાજા બે કે-“અરે મંત્રી ! આ પિટીમાં જે કંઈ ધન વિગેરે તમે મૂકયું હોય તે ઈચ્છા