________________
૧૦e પણ ઈશ્વર શ્રેષ્ઠીએ તે આપ્યું નહિ, ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“જે અહીં મહાસેન ન્યાયી રાજ છે, તો મારું ધન. અવશ્ય મને મળશેજ.” આ પ્રમાણે કહી તે બજારમાં ગયે,. અને સે સેનામહોર ખચી ઉત્તમ વસ્ત્રો ખરીદી તે પહેરી વસંતતિલકા નામની વેશ્યાને ઘેર ગયે. ઉત્તમ વસ્ત્રોવાળા તેને જોઈ તેણીએ ઉભા થઈ તેને સત્કાર કર્યો, મિત્રાનંદે તેને ચારસે સેનામહોરો આપી. તેની આટલી બધી ઉદારતાથી અકકા હર્ષિત થઈ, અને તેણે પોતાની પુત્રીને કહ્યું કે –આ પુરૂષને તારે સારી રીતે વશ કરે; કારણકે તેણે એક વખત માટેનું પણ ઘણું ધન આપ્યું છે. વધારે શું કહું ? આ પુરૂષ કલ્પવૃક્ષ જે જણાય છે.” આ પ્રમાણે અક્કાના કહેવાથી વસંતતિલકાએ જાતેજ તેને સ્નાન તથા ભેજન વિગેરે કરાવી આનંદથી દિવસ પસાર કરાવ્યું. સાયંકાળે અપૂર્વ શાને વિષે ઉત્તમ શણગાર સજી રૂપ સૌંદર્યથી દેવાંગના જેવી તે વેશ્યા વિષયલાલસાવાળી થઈ મિત્રાનંદની પાસે આવી, અને હાવભાવપૂર્વક શંગારમય મધુર વાણી બોલવા લાગી. તે વખતે મિત્રાનંદે મનમાં વિચાર કર્યો કે –“વિષયમાં લુબ્ધ થયેલ પ્રાણીઓની ખરેખરી કાર્યસિદ્ધિ થતી નથી, માટે મારે આનામાં લલચાવું ઘટિત નથી.” આ પ્રમાણે વિચારી તેણે તે વેશ્યાને કહ્યું કે –“ભદ્ર! પ્રથમ તો મારે કાંઈક સ્મરણ (ધ્યાન) કરવું છે, માટે એક પાટલે લાવ.” તરતજ તેણીએ એક સુવર્ણમય પાટલો લાવી આપે. તેના ઉપર દ્રઢ પદ્માસન વાળી વસ્ત્રવડે ચારે તરફ શરીરને ઢાંકીને તે મૂર્તાપણું ધારણ