________________
૧૯
આ શ્રેષ્ઠી આટલું બધું ધન આપે છે તેનું શું કારણ?” તે માણસે જવાબ આપ્યો કે –“હે ભદ્ર! આ નગરીમાં મરકીનું બહુ જોર છે. શ્રેષ્ઠીને ઘેર આ મરકીના વ્યાધિથી કેઈ મરી ગયું છે, તેનું આ શબ છે, તેને બહાર સ્મશાનમાં લઈ જવા પહેલાં રાત્રી પડી ગઈ છે, તેથી નગરીના દરવાજા બંધ થઈ ગયા છે.
હવે આખી રાત્રી સુધી મરકીથી મૃત્યુ પામેલા આ શબનું રક્ષણ કરવા કેઈ સમર્થ નથી; સહુને મૃત્યુની બીક લાગે છે, તેથી તેના રક્ષણ નિમિત્તે શ્રેષ્ઠીએ આટલું બધું ધન આપવાનું જાહેર કરેલું છે.” તે સાંભળી મિત્રાનંદે વિચાર કર્યો કે -ધન રહિત માણસની કાર્યસિદ્ધિ સત્વર થઈ શકતી નથી, માટે સાહસ કરીને આ પડહો સ્વીકારી હિંમત રાખી કાર્ય કરી આ દ્રવ્ય મેળવું.” આ વિચાર કરી હિંમતથી મિત્રાનંદે તે સ્વીકાર્યું, ઈશ્વર શ્રેષ્ઠીએ મિત્રાનંદને અધું ધન અને તે મૃતક સેપ્યું અને બાકીનું ધન સવારે આવીશ એમ કહી તે પિતાને ઘેર ગયે.
મિત્રાદે તે મૃતકને પાસે રાખી સાવધાનપણે તેનું રક્ષણ કરવા લાગ્યા. મધ્યરાત્રીએ શાકિની, ભૂત, વેતાળ વિગેરે પ્રગટ થયા અને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગ્યા, પરંતુ ધીરતાથી તેણે તે સર્વ સહન કરી રાત્રી નિર્ગમન કરી અને શબનું રક્ષણ કર્યું. પછી પ્રભાતે તેના સ્વજનેએ આવી તે શબ સ્મશાનમાં લઈ જઈ તેને અગ્નિસંસ્કાર કર્યો. બાકીનું ધન મિત્રાનંદે શ્રેષ્ઠી પાસે માગ્યું,