________________
૧૦૭
બેસાડી આગમનનું કારણ પૂછ્યું . મિત્રાનંદે કહ્યું કે – “હે ભદ્ર ! મારે તમારી પાસે એક સુંદર પ્રાસાદ કરાવો છે, પરંતુ તમારી કળાની કઈ પ્રતિકૃતિ હોય–તમે કઈ જગ્યાએ પ્રાસાદ બાંધ્યું હોય તે તે દેખાડો.” તે સાંભળી સૂત્રધાર છે કે –“અરે શ્રેષ્ઠી ! પાટલીપુર નગરની બહાર ઉદ્યાનમાં જે મોટો પ્રાસાદ બાંધેલો છે તે મારો કરે છે. તમે તે છે કે નહિ ?” મિત્રાનંદે કહ્યું કે –“હા, તે મેં હાલમાંજ જે છે; પરંતુ તે પ્રાસાદમાં અમુક ઠેકાણે જે પુતળી છે તે કેઈનું રૂપ જોઈને કરેલી છે કે માત્ર તમારી કળાકુશળતાથીજ કરેલી છે?” સૂત્રધારે જવાબ આપે કે –“વાણારસી નગરીમાં મહાસેન રાજાને રત્નમંજરી નામે પુત્રી છે, તેનું રૂપ જોઈને તે રૂપને અનુસારે. મેં તે પુતળી કરેલી છે.” આ હકીકત સાંભળી તેણે સૂત્ર ધારને કહ્યું કે –“બહુ સારું, ત્યારે હવે હું સારે દિવસ પૂછીને પ્રાસાદ કરાવવા નિમિત્તે તમને બોલાવવા આવીશ.” એમ કહી તે બજારમાં ગયે. લીધેલ વસ્ત્રાદિ વેચી નાંખી ભાતા વિગેરેની તૈયારી કરી; નિરંતરના અવિચ્છિન્ન પ્રયાણ વડે તે અનુક્રમે વાણારસી નગરીએ પહોંચ્યા, અને વાણરસી નગરીના દરવાજા નજીકજ નગરદેવીના મંદિરમાં જઈને તેણે વિશ્રામ લીધું. તે વખતે નગરીમાં થતી ઉદ્ઘેષણ. તેણે સાંભળી કે –“જે કોઈ પુરૂષ રાત્રીના ચાર પહાર આ શબનું રક્ષણ કરશે તેને ઈશ્વર નામનો શ્રેષ્ઠી એક હજાર સેનામહોર આપશે.” તે સાંભળી મિત્રાનંદે પાસે રહેલ મંદિરના એક માણસને પૂછયું કે “એક રાત્રીને માટે