________________
૧૦૫
કરવા લાગ્યો કે:–“જે પથ્થરની બનાવેલી આવી નારી પણ માણસનું આવી રીતે મન હરણ કરી જાય છે, તો સાચી સ્ત્રીની તો વાતજ શું કરવી? મહાત્માએ સત્ય કહી ગયા છે કે –
तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जिते द्रियः । यावन्न योषितां दृष्टि,-र्गोचरं याति पुरुषः ॥
પુરૂષ જ્યાં સુધી સ્ત્રીની દષ્ટિગોચર થયું ન હોય એટલે કે જ્યાં સુધી તેણે સ્ત્રીને જોઈ ન હોય ત્યાં સુધી જ તે મૌન વ્રતવાળે. જ્ઞાની, તપસ્વી કે જિતેંદ્રિય રહી શકે છે.” - આ પ્રમાણે તે શ્રેષ્ઠી વિચાર કરતે હતો, ત્યારે મિત્રાનંદે તેને પૂછયું કે –“હે પૂજ્ય! આ વિષમ કાર્યમાં મારે ઉપાય કરવો? આપ કાંઈ ચોગ્ય રસ્તો દેખાડી મારા ઉપર ઉપકાર કરે.” શ્રેષ્ઠીને પણ કાંઈ રસ્તો સૂર્યો નહિ, ત્યારે મિત્રાનંદે ફરીથી કહ્યું કે –“હે તાત! આ પુતળી જેણે ઘડી હેય તે સૂત્રધાર કેણ છે અને કયાંને રહેવાસી છે તે જે આપ મને જણાવે તો હું તેને પૂછીને મારા મિત્રની ઈચ્છા પૂર્ણ કરવા પ્રયત્ન કરૂં.” તે સાંભળી શ્રેષ્ઠી બે કે:-“કેકણ દેશમાં સેપારક નામના નગરમાં ઘર નામને હશિયાર અને પ્રખ્યાત સૂત્રધાર રહે છે, તેણે આ પુતળી ઘડી છે. આ પ્રાસાદ મેં કરાવેલ હોવાથી આ હકીકત હું જાણું છું.” ત્યારે મિશ્ર બે કે –