________________
૧૦૬
“આપ પૂજ્ય કૃપા કરીને મારા આ મિત્રને જે સાચવે, તો હું પારક નગરમાં જઈ તે સૂત્રધારને પૂછી આવું કે આ પુતળી તેણે પિતાની બુદ્ધિથી ઘડી છે કે કોઈ સ્ત્રીનું રૂપ જોઈને તેને અનુસારે ઘડી છે? આ સમાચાર જાણ્યા પછી જે તે કોઈ સ્ત્રીના રૂપ પ્રમાણે ઘડી હશે તે મારા મિત્રની ઈચ્છા પૂર્ણ કરવા હું બનશે તેટલે પ્રયત્ન કરીશ. જે સ્વમતિથી કલ્પના કરીને તેણે પુતળી બનાવી હશે તો તેને કાંઈ ઉપાયજ નથી.” તે સાંભળી ઉપકારપરાયણ તે શ્રેષ્ઠીએ જ્યાં સુધી મિત્રાનંદ પાછા ન આવે ત્યાં સુધી અમરદત્તને સાચવવાનું કબુલ કર્યું, અને મિત્રાનંદે અમરદત્ત પાસે તે સૂત્રધારની તપાસ કરવા માટે પારક નગર તરફ જવાની રજા માગી. અમરદને કહ્યું કે –“જે હું તને કષ્ટ પડયું જાણીશ તે તેજ વખતે મારા પ્રાણ ચાલ્યા જશે.” મિત્રાનંદે કહ્યું કે –“હે મિત્ર! જે હું બે માસ સુધીમાં પાછા ન આવું તે તારે જાણવું કે મારે મિત્ર હયાત નથી. જે હું જીવતે હઈશ તો તે મુદત સુધીમાં ગમે તે પ્રકારે અવશ્ય અત્રે પાછા આવી જઈશ.”
આ પ્રમાણે તેને સમજાવી મુશ્કેલીથી તેની રજા લઈ શ્રેષ્ઠીને તેની વારંવાર ભલામણ કરી મિત્રાનંદ અખંડ પ્રયાણ કરતે અનુક્રમે પારકપુર નગરે પહોંચ્યા. ત્યાં પોતાની મુદ્રિકા વેચી મેગ્ય પોષાક ધારણ કરી હાથમાં તાંબુલાદિક લઈ તે શૂર સૂત્રધારને ઘેર ગયે. તેણે પણ તેને લક્ષમીવાન જાણ તેની યોગ્ય બરદાસ્ત કરી, અને એગ્ય આસન ઉપર