________________
પ્રકરણ ૧૮ મું
( મિત્રાનંઃ–અમરવ્રુત્ત કાંતત) જ્ઞાનગ મત્રીની કથા.
આ ભરતક્ષેત્રમાં ધન્યધાન્યથી પરિપૂર્ણ ચંપા નામની નગરી હતી, તેમાં જિત્રશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જ્ઞાનગલ નામે એક બહુ બુદ્ધિશાળી, રાજ્યની દરેક પ્રકારની ચિંતા કરનાર અને રાજાનુ' પ્રીતિપાત્ર મ`ત્રી હતા. તે મંત્રીને ગુણાવળી નામે ભાર્યાં હતી. તેમને અદ્વિતીય સ્વરૂપવાળા સુબુદ્ધિ નામના પુત્ર હતા. એક વખતે જિતશત્રુ રાજા, મંત્રી અને સામતા સહિત સભામાં બેઠા હતા, તે વખતે અષ્ટાંગ નિમિત્તને જાણનાર એક વિદ્વાન નૈમિત્તિક રાજાની રજા મેળવી સભામાં આવ્યા અને રાજાને આશિર્વાદ આપી રાજાએ દેખાડેલ ઉત્તમ આસન પર બેઠા. રાજાએ તેને પૂછ્યુ` કે:- અરે નિમિત્તજ્ઞ ! તને કેટલુ' જ્ઞાન છે ? ” તે ખેલ્યા કે:-“ હે રાજન્ ! હું મારા નિમિત્ત જ્ઞાનના પ્રભાવથી લાભ-લાભ, જીવિત-મરણુ, -આગમન અને સુખ-દુઃખ વિગેરે સવ જાણી શકું છું.” તે સાંભળી રાજાએ કહ્યુ` કેઃ– આ મારા પિરવારમાં ફ્રેઇની કાંઈ પણ ખાસ આશ્ચર્યકારક ઘટના અનવાની હોય અને તે તું જાણતા હા તા કહે.” તે સાંભળી નિમિત્તજ્ઞ એલ્યે ચિ. ૫. ૭
ગમન
<<