________________
પ્રકરણ ૧૯ મું
મિત્રાનંદ અમરદત્તની કથા. (ચાલુ)
(ઉપરની જ્ઞાનગર્ભ મંત્રીની કથા કહીને મુનિરાજે ચિત્રસેન વિગેરે ૫ર્ષદાને કષાયનાં ફળ ઉપર શરૂ કરેલી મિત્રાનંદ–અમરદત્તની વાત આગળ ચલાવતાં કહ્યું કે, આ કથા કહીને પછી અમરદત્ત મિત્રાનંદને ઉદ્દેશીને બેલ્યો કે “હે મિત્ર! જેમ તે મંત્રીએ પરાકમથી અને યત્નથી ભાવી વિપત્તિને નાશ કર્યો, તેવી જ રીતે આપણે પણ તેને નાશ કરવા પ્રયત્ન કરશું. તું ખેદનો ત્યાગ કર.” આ પ્રમાણે અમરદને કહ્યું. તે સાંભળી મિત્રાનંદ બલ્ય કે
બંધુ! ત્યારે તું કહે કે આપણે હવે શું કરવું?” અમરદને કહ્યું કે –“ આ આપણું સ્થાન છેડી દઈને આપણે દેશાંતરમાં ચાલ્યા જશું.” તે સાંભળી અમરદત્તની પરીક્ષા કરવા મિત્રાનંદે કહ્યું કે –બહારગામ જવાનું તારાથી કેવી રીતે બની શકશે? તારૂં શરીર અતિ કેમળ છે. શબે કહેલ મારૂં કષ્ટ તે કેટલેક કાળે થશે, પરંતુ કમળતાને લીધે દેશાંતરના કલેશથી કદાચ તારૂં મરણ થાય તે વિશેષ આપત્તિ આવે, માટે તારાથી દેશાંતરમાં આવવાનું કેમ બનશે?” તે સાંભળી અમરદત્ત બે કે “ હે મિત્ર! ગમે તેમ થાય પણ મારે તે સુખ-દુખ તારી સાથેજ