________________
૧૦૦ છે.” આ પ્રમાણે કહી રાજાએ સૈન્યસહિત કેટવાળને મંત્રીને ઘેર મોકલ્યું. આ વખતે પ્રધાનના સૈન્ય સૈન્યસહિત આવેલ કેટવાળને રે. આ બધા સમાચાર ધ્યાનમાં બેઠેલ મંત્રીએ પોતાના માણસના મુખેથી સાંભળ્યા. તેજ વખતે મંત્રીએ બહાર જઈને પિતાના સુભટને યુદ્ધ કરતાં અટકાવીને રાજા તરફથી આવેલ કટવાળને કહ્યું કે –“ભાઈ ! મને એકવાર રાજાની પાસે લઈ જાઓ. પછી તે જે પ્રમાણે હુકમ કરે તે પ્રમાણે કરજે. હું કાંઈ તમારા કબજામાંથી નાસી જવાને નથી.” એટલે કેટવાળ મંત્રીને તરતજ રાજા પાસે લઈ ગ. મંત્રીને જોતાંજ રાજાએ ક્રોધથી મુખ તેના તરફથી ફેરવી નાંખ્યું. ફરીથી મંત્રી રાજાની સન્મુખ ગયે અને નમસ્કાર કરી વિનંતિ કરી કે –“હે સ્વામિન ! આપની પાસે મેં જે પેટી મૂકી છે તે અત્રે મંગાવી ખેલાવીને આપ જુઓ. તેની અંદરની વસ્તુઓ ઉપયોગી છે, તે વસ્તુઓ લઈને પછી આપને રૂચે તેમ કરજે.” તે સાંભળી રાજા બોલ્યા કે –“અરે ! તારા પુત્રે આ ઉગ્ર અપરાધ કર્યો, અને તું શું મને ધન આપીને સંતોષ પમાડવા ઈચ્છે છે?” ત્યારે મંત્રીએ કહ્યું કે:-“હે રાજન! મારા પ્રાણ અને મારું આખું કુટુંબ આપને જ આધીન છે; પણ એકવાર પિટી મંગાવીને તે જુઓ.” આ પ્રમાણેના તેના અત્યંત આગ્રહથી રાજાએ તે પેટી ગુપ્ત સ્થાનમાંથી રાજસભામાં મંગાવી, અને સર્વની સમક્ષ બધાં તાળાં ઉઘાડયાં. તેની અંદર મંત્રીને પુત્ર સુતેલ હતું, તેના જમણે હાથમાં શસ્ત્ર હતું, ડાબા હાથમાં વેણુદંડ હતા અને તેના પગ બાંધેલા