________________
-અરિને દૂત આવ્યે.” “કોને દૂત આવે?” તેમ પૂછતાં રાજાએ સંભ્રમથી ચારે દિશાએ અવલોકન કરવા માંડયું, એટલે રાણીએ ત વાળ દેખાડીને વૃદ્ધાવસ્થાને દૂત આવ્યાની હકીક્ત કહી. કહ્યું છે કેअंगं गलितं पलितं मुंडं, दशनविहिनं जातं तुंडं । वृद्धो याति गृहीत्वा दंडं, तदपि न मुंचत्याशापिंडं ॥
“શરીર ગળી જાય, મસ્તક આખું સફેદ વાળથી - છવાઈ જાય, મેટું દાંત વગરનું થઈ જાય, ચાલતાં હાથમાં લાકડી રાખવી પડે, તે પણ આશાની લુપતા છૂટી શકતી
નથી.”
વળી રાણીએ કહ્યું કે –“ આ સફેદ વાળરૂપી કૂત મસ્તક ઉપર આવીને સર્વ કેને કહે છે કે-હવે જરા અને મૃત્યુ નજીક આવતા જાય છે. સમય થડે છે. માટે સંસારની ઉપાધિ છેડ, પાપકર્મોથી વિરામ પામે અને ધર્માચરણ કરે. ધર્મરાજા પળી (સફેદ વાળ)નું મિષ કરીને એક દૂત મેકલીને કહેવરાવે છે કે-જરા નજીક આવે છે, માટે ધર્મનું આરાધન કરે, સત્કૃત્ય કરે, સંસારની ઉપાધિ છોડો, કારણકે મૃત્યુ લઈ જશે ત્યારે કરેલાં સુકૃત્યેજ સાથે આવશે, બાકી બધું અહીં માટે કરાવેલ તો અત્રેજ રહેશે. ઉપાધિપૂર્વક પાપાચરણ આદર્યા હશે તેનાં ફળ -તારેજ ભેગવવાં પડશે, માટે હવે ચેતો. ધર્મ કૃત્યે આદરે.” આ પ્રમાણેનાં રાણીનાં વચને સાંભળીને રાજાએ વિચાર્યું