________________
ઉપર ચાસર કરનાર છે. તે ચારેની અનુક્રમે સ્થિતિ જન્મપર્વત, એક વશ્ય, ચાર મહિના અને પંદર દિવસની છે. બીજા પણ અંદર અંદરના સંમેલનથી આ કષાયેના અનેક ભેદ થાય છે. તેની તીવ્રતા પ્રમાણે અનેક પ્રકારનાં દુઃખે. આ જીવને તેઓ આપે છે, અને અધિક આરંભ સમારભના કાવનારા અને પરિગ્રહની વૃદ્ધિ કરાવનારા હેવાથી પ્રાંતે નીચી ગતિમાં તેઓ લઈ જનારા છે. આ કષાય અલ્પ હોય તે પણ દુઃખ દેનાર છે. લેભ કષાય તે યાવત્ અગીઆરમાં ગુણઠાણે પહેચેલને પણું પાડે છે, અને પહેલા ગુણઠાણની સ્થિતિએ ઘસડી જાય છે, તેથી જેમ બને તેમ આ કષાયે ઘટાડવા અને તેનાથી છુટા થવાય તેવા પ્રયત્ન કરે. આ કષાય સ્વલ્પ પ્રમાણમાં હોય ત્યાંસુધી તે જીવને કેવળજ્ઞાન કે પરમપદની પ્રાપ્તિ કરવા દેતા નથી. આ કવાયે અ૫ સેવવાથી પણ મહા દુષ્ટ ફળ આપનાર થાય છે. જેવી રીતે મિત્રાનંદ વિગેરેને આ જ કષાયે દુઃખ આપના થયા હતા. રાજાએ “મિત્રાનં વિગેરે કણ થયા છે? અને તેમને શું દુખ સહન કરવાં પડ્યાં છે?” તે પ્રશ્ન પૂછવાથી દમસાર કેવળીએ મિત્રાનંદ તથા તેના મિત્ર અમરદત્તની કથા કહેવાનો આરંભ કર્યો.