________________
તથા સામગ્રી સાથે લઈને તે ત્રણે જુદા જુદા તીર્થોની યાત્રા કરવા જવાની ઈચ્છાથી પલંગ ઉપર બેઠા. તરતજ તેઓની ઈચ્છાનુસાર પલંગ વાયુવેગથી આકાશને રસ્તે ચાલ્યું, અને પ્રથમ તેઓ અષ્ટાપદ પર્વત ઉપર ગયા. તે સ્થળે ભરત. ચક્રવતીએ કરાવેલ ત્રણ ગાઉ ઉંચું સુવર્ણનું મનોહર ચિત્ય છે. તેમાં પૂર્વ દિશામાં બે, દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ. દિશામાં દશ અને ઉત્તર દિશામાં આઠ એવી રીતે ચારે દિશામાં મળીને વર્તમાન ચેવિશ ભગવંતની મનહર પ્રતિ માએ તેમના વર્ણ તથા તેમના શરીરમાન પ્રમાણે કરાવીને સ્થાપના કરેલી છે, આ સુવર્ણનું ચૈિત્ય અનુપમ શેલાવાળું આકર્ષણીય દેખાવનું તે સ્થળે શેભે છે. ચિત્રસેન રાજા, રાણી તથા મંત્રી સહિત આ ચિત્યને દેખીને અતિશય હર્ષને પામ્યા, તેમને આનંદ અને ઉત્સાહ તેમના હૃદયમાં તે. સમયે સમાતા નહોતા, તેમના આનંદનું વર્ણન વચનથી થઈ શકે તેવું નથી, અનુક્રમે તે ત્રણે જણાએ વિવિધ દ્રવ્યથી ચોવીશે તીર્થકરની પૂજા કરી અને બરાસ, કુસુમ તથા અન્ય સુગંધી પદાર્થો પ્રતિમાઓ ઉપર ચઢાવ્યા અને ધૂપ તથા મંગળ દી કરીને શકસ્તવથી પ્રભુની સ્તવના કરીને જિનેશ્વર ભગવાનની પાસે શુભભાવથી સ્તવનાદિ બેલ્યા અને વાઘ સહિત ત્યાં નૃત્ય કર્યું, હર્ષથી ઉભરાતા હૃદયવડે જિને શ્વરની પૂજા કરતાં તેઓએ તે સ્થળે કેટલેક કાળ આનંદપૂર્વક ધર્મધ્યાનમાં મગ્ન થઈ પસાર કર્યો. પછી તે સ્થળેથી પર્યક ઉપર બેસી આકાશમાગે ઉડતાં તેઓ નંદીશ્વર દ્વીપ તરફ ગયા, અને તે સ્થળે પણ જિનેશ્વરની પૂજા તથા પ્રભા