________________
પિતાની પાસે હતી ઉપર બેસાડીને રાજાએ નગરમાં પ્રવેશ કર્યો, સુંદર વાજિંત્રે વાગવા લાગ્યા, ભાટ તથા ચારણે જયા જય શબ્દ કરવા લાગ્યા, આનંદના સ્વરે સર્વ દિશાએથી સંભળાવા લાગ્યા, પુરૂષ તથા સ્ત્રીઓ સર્વત્ર આનંદથી તેને નિહાળવા લાગ્યા, અને અનુક્રમે રાજા રાજમંદિર પાસે આવ્યા. હસ્તી ઉપરથી ઉતરી સભાસ્થાનમાં બેઠા, કૌતુક મંગળ કર્યા, અને સૈનિકને વિસર્જન કરી તે અંતઃપુરમાં ગયા. વિજયી રાજા, રાણું અને મંત્રી ત્રણેને મેળાપ થયે, અને આનંદમંગળ વર્તાયે. ઘણે વખતને વિરહ ગુટયો, અને રાણીએ રાજાને વધાવ્યા, દાનાદિ ઉચિત કાર્યો કર્યા; અને જિનમંદિરોમાં અષ્ટાહૂિનકા મહેત્સવ કરાવ્યું.
આ પ્રમાણે આનંદકાર્ય પૂર્ણ થયા પછી રાજાએ રાજ કારભાર સંભાળી લીધો અને ધર્મકાર્યમાં તે ત્રણે જણ વિશેષ પ્રયત્નવાન થયા. તેઓ હંમેશાં ધર્મદેશના સાંભળવા ગુરૂ પાસે જતા હતા, વિશેષ વિશેષ ધર્મપરાયણ થતાં તેઓએ સમકિત ગ્રહણ કર્યું, પરિગ્રહનું પરિમાણ કર્યું અને ઘણે પ્રકારે ગુરૂમહારાજની સેવા કરવા લાગ્યા, તથા ધર્મ આરાધન કરવા લાગ્યા. પુન્યવંત તે ત્રણે આત્માઓ હંમેશાં પુન્યનાં તથા ધર્મપરાયણતાનાં કાર્યોજ કરતાં હતાં, અને નિર્મળ મનથી. આનંદ કરતાં રાજ્યને સુખેથી પાળતાં હતાં.