________________
બંનેના સૌ ને માર્ગમાં ભેટ થતાં યોદ્ધાઓ અંદર અંદર લડાઈ કરવા લાગ્યા. રથીની સાથે રથી, ઘોડાવાળાની સાથે ઘડાવાળા, પદાતિની સાથે પદાતિ તેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા. સૈનિકે એ અરસપરસ મૂકેલા તીરેથી આકાશ છવાઈ ગયું, અને અકાળે મેઘાચ્છાદિત આકાશ હોય તે દેખાવ થઈ ગયો. જેવી રીતે વિંધ્યાટવીમાં હસ્તીઓ ક્રોધાયમાન થઈને માંહોમાંહે લડે છે, તેવી રીતે લોકોને ભય ઉપજાવનાર આ યુદ્ધ ભયંકર થઈ પડ્યું, લેહીની નીક વહેવા માંડી; અને અનેક યોદ્ધાઓ રણસંગ્રામમાં મરણ પામ્યા. ચિત્રસેન રાજાનું યુદ્ધકૌશલ્ય જોઈને રત્નશેખરના સૈનિકે આશ્ચર્ય પામ્યા. ઘણા સૈનિકે મરાયા છતાં પણ જ્યારે સિંહપુરીને સ્વામી સંગ્રામથી પાછે હક્યો જ નહિ ત્યારે ચિત્રસેને વિદ્યાધરે આપેલ શત્રુંજય મહાદંડ હસ્તમાં ધારણ કર્યો. પંચપરમેષ્ઠીનું હદયમાં ધ્યાન કરીને તથા તે વિદ્યાધરને સંભારીને તેણે ક્રોધાયમાન થઈને શત્રુ ઉપર તે દંડ મૂક્ય, જેથી દુશ્મનના બધા સૈનિકોને નાશ થઈ ગયે, અને ફક્ત રત્નશેખરજ જીવતે રહ્યો. તે તરત જ અશ્વ ઉપરથી નીચે ઉતર્યો, અને એકદમ ચિત્રસેન પાસે આવી વિનયથી તેને મસ્તક નમાવી શરણ માગ્યું. “ભય વિના કેઈ સ્થળે પ્રીતિ થતી નથી.” બે હાથ જેડી મસ્તક નમાવી તેણે ચિત્રસેનને કહ્યું કે –“મહારાજ ! મને ક્ષમા કરે, મારી ભૂલ થઈ આપનું આવું અદ્ભુત પરાક્રમ મેં જાણ્યું નહોતું, હવે અપરાધીને જે દંડ લેતા હે તે માટે દંડ લઈ મારા ઉપર કૃપા કરે.” આવું સાંભ