________________
૧
કરતા નથી. પછી તે વિદ્યાધર હષ થી ઉભરાતા મનવડે તેને એ દુર્લભ વિદ્યાએ આપી. જે સ્થળે જવુ' હેાય ત્યાં જેની ઉપર બેસીને જઈ શકાય તેવા એક પ ક (પલંગ) અને ગમે તેવા શત્રુને જીતવાને સમર્થ એવા શત્રુ ંજય નામના એક દડ હેમમાળીએ ચિત્રસેનને આપ્યા. પછી રત્નચૂડે પણ મસ્તક નમાવીને રૂપપરાવતિની ગુટિકા આનથી આપી. આ પ્રમાણે પક, ઈંડ અને ગુટિકા ગ્રહણ કરીને ચિત્રસેન સર્વ વિદ્યાધરા સાથે પરસ્પર પ્રેમ બતાવતા આનંદ કરવા લાગ્યો. પ્રભાત સમય થતાં તે અને વિદ્યાધરા તે કુમારને નમસ્કાર કરીને પાતપેાતાની નગરી તરફ્ ગયા. ચિત્રસેન સૈન્યમાં પલ્યકાદિ લઇને પાછે આવ્યો, અને પેાતાની સેના સહિત આગળ પ્રયાણ કર્યું..
""
'
ઘેાડે દૂર પ્રયાણ કર્યું. તેવામાં જેને માટે આ પ્રયાસ કર્યાં હતા તે સિંહૅપુરના સ્વામીના દૂત ચિત્રસેન પાસે આવ્યો અને તેણે કહ્યું કે:- હૈ સ્વામિનૢ ! મારી દ્વારા મારા સ્વામીએ કહેવરાવ્યુ' છે કે જો તમે સુખને ઈચ્છિતા હૈ। તા મારી સીમમાં આવશે નહિ. ” આ પ્રમાણેનાં કૃતનાં વચના સાંભળીને કાપ પામેલા રાજાએ કહ્યું કે- દૂત ! તું અત્રેથી ચાલ્યો જા, તું અવધ્ય હાવાથી તને જીત્રતા જવા દઉં છું.’ આમ કહીને તે દૂતને કાઢી મૂકયો. તેણે પેાતાના સ્વામી પાસે આવીને ચિત્રસેનના કાપની અને સૈન્યની માટી તૈયારી. એની વાત કરી. દૂતનાં વચના સાંભળીને કાપથી હાઠ ફફડા વતા તે પણ સિહુની જેમ ચિત્રસેનની સામે ચાલ્યા.
ચિ. ૫. ૬